શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. મેરી ક્રિસમસ
Written By વેબ દુનિયા|

કેક મિક્સિંગનો અનોખો રિવાજ

N.D
ફેસ્ટિવલ સીઝનના પડધા થઈ ચૂક્યા છે અને ક્રિસમસના આવવાના એક મહિના પહેલા જ કેક મિક્સિંગનો રિવાજ હોય છે. પહેલા આ રિવાજને ખૂબ મોટા પાયા પર ઉજવવામાં આવતો હતો. આવી માન્યતા હતી કે પહેલા કેક મિક્સિંગમાં ચાંદીના સિક્કા, અંગૂઠી પણ નાખવામાં આવતા હતા અને આવુ કરવાથી એ સમયે તમે જે પણ માંગશો એ ઈચ્છા તમારી પૂરી થશે

હવે આ રિવાજમાં થોડો ફેરફાર આવ્યો છે, પરંતુ આજે પણ ક્રિસમસ પહેલા કેક મિક્સિંગનો આ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવાય છે.

કેક મિક્સિંગ દરમિયાન સૌના ચેહરા પર મુસ્કાન જોવા લાયક હોય છે. આ દરમિયાન સર્વ પોતપોતાની વિશ માંગે છે. આ સાથે એક વધુ માન્યતા પણ રહેલી છે કે જો તમે કેકમાં 13 વસ્તુઓ મિક્સ કરો તો તમે ઈશ્વર પાસે જે માંગશો તે તમને મળી જશે.

ક્રિસમસની આ પુંડિગને ક્રીમ અને કસ્ટર્ડથી સજાવવામાં આવે છે. કહેવાય છે કે જેટલી સારુ તમારુ પુડિંગ રહેશે એટલો સારો તમારો કેક બનશે.