ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. માતૃ દિવસ
Written By વેબ દુનિયા|

માઁ તો માઁ જ હોય છે-સાવકી કે બીજી માતા નહી

તે એક અનુભવ છે સુરક્ષાનો. વિશ્વાસનો અને પ્રેમનો. તમારી પાસે આપવા માટે કદાચ કદી કદી સમય પણ ન હોય પણ તેની મમતાનો ખજાનો કદી ઓછો થતો નથી. ઈશ્વરની સામે પૂજનીય છે એ. એવુ કહેવાય પણ છે એક 'જનની જન્મભૂમિ સ્વર્થી મહાન છે' પછી 'માઁ' નામના આ અદ્ભૂત અણમોલ અનુભૂતિને તમે કોઈ પણ સંબોધનમાં કેવી રીતે બાંધી શકો છો. ખાસ કરીને 'વિમાતા' અને કઠોર જેવા ખૂંચનારા સંબોધનમાં ? અમારા સમાજમાં 'વિમાતા' સાથે જોડાયેલા કેટલાય મિથ અને પૂર્વાગ્રહ રહેલા છે. જે કેટલીય વાર સારા અને ખાસ સંબંધોને નકારાત્મક વિચારોમાં ફેરવી નાખે છે.

જો કે બની શકે કે કેટલાક ટકા કેસમાં ક્યાંક કોઈ સ્ત્રી પુરૂષ સ્વભાવવશ બાળકોથી દુરાભાવ રાખતા હોય. પરંતુ આવા ઉદાહરણ પણ કેટલાય છે જ્યાં રક્ત સંબંધ ન હોવાથી પણ માતા-પિતા અને બાળકોમાં અતૂટ પ્રેમ અને સ્નેહનો ભાવ જોવા મળ્યો છે. બધુ મળીને કોઈ પણ સ્ત્રી કે પુરૂષના વ્યક્તિગત દુર્વ્યવ્હારને ફક્ત સાવકી મા કે સાવકા પિતાનુ નામ આપવુ એ કેટલુ યોગ્ય છે. આમ પણ ખાસ કરીને માઁ શબ્દ તો ફક્ત પ્રેમનો પર્યાય છે. તેની સાથે કશુ પણ ખોટુ જોડી જ ન શકાય. તેથી માઁ તો ફક્ત માઁ જ હોય છે

'દીવાર' ફિલ્મમાં જ્યારે શશી કપૂર અભિમાન પૂર્વક કહે છે કે 'મેરે પાસ માઁ હૈ' ત્યારે તેની સામે અમિતાભના બધા વૈભવ, એશ્વર્ય ફીકા પડી જાય છે. કહેવાનુ તાત્પર્ય એટલુ જ કે માઁ એક ચરિત્ર છે જેની સાથે સાવકી માતાનો ઉપયોગ કરવો એ માઁ ના પાલવ પર ધબ્બો છે. જ્યા આપણે ગંગા, યમુના અને નર્મદા જેવી નદીઓને માઁ ના રૂપમાં પૂજીએ છીએ, અહીં સુધી કે તુલસીના છોડને પણ માઁ ના રૂપમાં પૂજીએ છીએ તો પછી બીજી માઁ ને માઁનુ સ્થાન કેમ નથી આપી શકતા.

માઁ તો મા જ હોય છે તે સાવકી માઁ કે સગી માઁ નથી હોઈ શકતી. આ શબ્દમાં અનેક ગુણ છે. જેમા દયા, મમતા, ત્યાગ, બલિદાન, અનુરાઅ, વાત્સલ્ય બધુ સમાય જાય છે. છતાં તેની સાવકી માતાના નામથી જ મનમાં કડવાહટ, ઘૃણા, દ્રેષ આવી જાય છે. અનેક પ્રકારની શંકાઓ કુશંકાઓ જન્મ લે છે. જે સાવકી માતાનુ રૂપ અમારી સામે આવે છે તે અમે પોતે જ બનાવ્યુ છે. જે માઁ ને આપણે બીજી માઁ કહીએ છીએ શુ એમાં મમતા, કરૂણા, ત્યાગ અને વાત્સલ્ય નથી જોવા મળતુ ? તો પછી એવુ શુ હોય છે ?

કોઈ પણ પતિ પોતાની પત્નીના સ્વર્ગવાસ પછી કંઈ પરિસ્થિતિઓનો સામનો કરે છે એ તો ફક્ત એ જ અનુભવી શકે છે. ઘણીવાર ઓછી વયમાં બાળકોની માઁ મૃત્યુ પામે અને ઘરની જવાબદારી પૂરી કરવા હેતુ તેણે બીજુ લગ્ન કરવુ પડે છે. એ તો દુનિયા જાણે છે કે બાળકોની સારી દેખરેખ માટે માઁ નો બહુ મોટો ફાળો હોય છે. બીજી માઁ પણ પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરીને બાળકોને યોગ્ય વાતાવરણ આપી શકે છે. પરંતુ તે માટે પહેલા આપણે આપણી કુંઠિત વિચારધારાને બદલવી પડશે.

એક આવુ જ ઉદાહરણ છે. એક વાર એક યુવકની પત્ની મૃત્યુ પામી. આ દરમિયાન તેમનુ બાળક માત્ર ચાર મહિનાનુ જ હતુ. તેમણે બીજા લગ્ન કર્યા. લગ્ન પછી પત્નીએ બાળકને એ ખબર પણ ન પડવા દીધી કે તે એની બીજી માઁ છે. વધતી વય સાથે તે બાળકે પણ તેમા માઁ નુ જ રૂપ જોયુ, પણ એક દિવસ જ્યારે તેને સગાંવહાંલાઓએ જાણ કરી કે આ તેની સગી માઁ નથી તો એકાએક તેનો માઁ પ્રત્યેનો પ્રેમ જ બદલાઈ ગયો. માતાથી એક ક્ષણ પણ દૂર ન રહેનાર બાળક આજે તે માઁ ને પાસે આવવા પણ નથી દેતો. જ્યારે કે તે માઁ નો ત્યાગ એ હતો કે તે લગ્ન પછી જ એ પ્રણ લઈ લીધો હતો કે તે બીજુ બાળક આ ઘરમાં નહી લાવે. લગ્નના 12 વર્ષ પછી તેને સાવકાપણાંનો અનુભવ બાળક કરાવી રહ્યો છે. આ બધી અમારા સમાજે ઘડેલી માનસિકતાનુ જ પરિણામ છે.

એ બાળકો અને પરિવાર જેમની સાથે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાયેલી છે. પોતે ઈમાનદારી પૂર્વક મંથન કરે કે અમે બીજી માઁ નુ દિલથે કેટલુ સન્માન કરીએ છીએ. માઁ તો કુંટુંબની ઘુરી હોય છે પણ એનાથી બીજી શરમની વાત શુ હોય કે એ જ માઁ ને કદી કદી બાળકોને હાથે અપમાનિત થવુ પડે છે. આજે પણ એવી કેટલીય માતાઓ મળી જશે જે પોતાના બાળકોના હોવા છતાં વૃધ્ધાશ્રમમાં પોતાના જીવનના અંતિમ દિવસો વીતાવી રહી છે. તેથી જરૂરી છે કે આપણે માઁ શબ્દની પવિત્રતા અને તેના પ્રત્યેની આપણી જવાબદારીને સમજીએ. સંબંધોને વહેંચનારા સંબોધનોથી દૂર રહીએ.