ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. માતૃ દિવસ
Written By વેબ દુનિયા|

આખું વેકેશન મનાવી શકાય છે મધર્સ ડે

એક વર્ગનો અભ્યાસ પૂરો થયો. આખું વર્ષ સખત મહેનત કરી તમે. પણ શુ તમે એ જાણો છો કે તમારી સાથે સાથે એક બીજી વ્યક્તિએ તમારા કરતાં પણ વધુ મહેનત કરી છે ? પરીક્ષામાં તમે સર્વોચ્ચ સફળતા મેળવી શકો તે માટે. અને એ છે તમારી મમ્મી.

તે આખુ વર્ષ તમારા કરતા પહેલા ઉઠી અને તમારા ઉંધ્યા પછી જ સૂવે છે. તમે એકચિત્ત થઈને ભણી શકો તે માટે તે થાકીને લોથપોથ થઈ જાય છતાં તમારી દરેક સગવડનું ધ્યાન રાખે છે.

પરીક્ષાઓ પૂરી થઈ... આવી ગઈ હવે રજાઓ. હજુ પણ તમે નવરાં નહી બેસી રહો. કોઈ ને કોઈ કોર્સમાં જોડાશો કે રમશો. આ તમારી મરજી છે, આ માટે તમારી પર કોઈ દબાણ નથી.

પરંતુ મમ્મીના બધા કામકાજ હજુ પણ એટલાંજ જરૂરી અને અનિવાર્ય છે. તેમણે તો બધા કામ સમયસર પતાવવાના જ છે. મમ્મીને રજાઓ નથી મળતી તો કેમ ન આપણી રજાઓમાં મમ્મીના કામમાં મદદ કરીને તેને પણ રજાની મજાનો અનુભવ કરાવીએ.

કેવી રીતે મમ્મીને રજાનો આનંદ આપશો ?

ખૂબ સરળ છે. મમ્મીને ખુશ કરવી. તમારી થોડીક કાળજી, તમારી થોડીક મદદ... થોડીક વાતચીત... થોડી તમારી કહો થોડુ એનુ સાંભળો. એક વાર મમ્મીની સામે તમારી એ ઈચ્છા પણ બતાવો કે તમે મમ્મીને મદદ કરવા માંગો છો. પછી જુઓ મમ્મીની પ્રસન્નતા. મમ્મી તમને કોઈ ભારે કામ નહી કરાવે, પણ તે તમને નાના નાના કામ જ કરાવશે.