- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 08
» - માતૃ દિવસ
મારા હૃદયના આકાશમાં....
સ્કુલેથી આવતાં જ્યારે થઈ જતી વાર, સૌથી વધારે પાડતી હતી બુમો મારી મા,મારી ભુલ પર જ્યારે પણ પિતાજી મને વઢતાંત્યારે મા કરતી હતી મારો બચાવ,રમતાં રમતાં જ્યારે વાગી જતી ઠોકરતે ઠોકર જોઈને મારી મા ગભરાતી હતી,મને યાદ છે એક વખત માર્યો હતો મને મારા કરતાં પણ વધારે દુ:ખ મા તને થયું હતું,મા તે હંમેશા મારા માટે પ્રાર્થનાઓ કરીમારી બધી જ મુશ્કેલીઓને પોતાને માથે લીધી,આજે શોહરત પણ છે, દોલત પણ છે,ઘણી બધી મારી પાસે મોહલત પણ છે,પરંતુ દુ:ખ છે તે વાતનું માતેને જોવા માટે આ દુનિયામાં તુ નથી,જો હોત તે મારા હાથમાં તોરાખી લેતો કરીને ગડબડ ભગવાનના વિધાનમાં,જેટલા પણ શબ્દો લખો તેટલા છે ઓછા મા તારી શાનમાં,હે મા આજે પણ તુ રહે છે મારા હૃદયના આકાશમાં... કુલવંત હેપ્પી