શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

જોધા અકબર : 16મી સદીની પ્રેમકથા

P.R
નિર્માતા : આશુતોષ ગોવારીકર - રોની સ્ક્રૂવાલા
નિર્દેશક : આશુતોષ ગોવારીક
સંગીત : એ.આર. રહેમા
કલાકાર : રિતિક રોશન, એશ્વર્યા રાય, કૂલભૂષણ ખરબંદા, ઈલા અરુણ, સોનૂ સૂદ.

બહુચર્ચિત ફિલ્મ જોધા અકબર સોળમી સદીની પ્રેમ કથા છે. આમા મોગલ બાદશાહ અકબર(ઋત્વિક રોશન) અને રાજપૂત રાજકુમારી જોધા (એશ્વર્યા રાય)નો પ્રેમ બતાવવામાં આવ્યો છે.

અકબર એક મહત્વાકાંક્ષી રાજા હતો અને પોતાના રાજ્યને વિસ્તારિત કરવાની ઈચ્છા તેના દિલમાં હતી. રાજપૂતોની શક્તિથી તે સારી રીતે પરિચિત હતો. રાજા ભારમલની છોકરી જોધા સાથે લગ્નનો પ્રસ્તાવ જ્યારે તેને મળે છે ત્યારે તે તેને સ્વીકારી લે છે.

P.R
આ એક સંધિ લગ્ન હતા, જેની પાછળ કેટલાય રાજનીતિક કારણો હતા. રાજપૂતોની સાથે સંબંધ મજબૂત બનાવવાની દ્રષ્ટિએ આ લગ્ન કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ બે જુદા જુદા ધર્મ અને સંસ્કૃતિનો મેળાપ પણ હતો.

જોધાએ લગ્ન પછી મોહરો બનવાની ચોખ્ખી ના પાડી દીધી. અકબર પોતાની પત્નીનું દિલ જીતવામાં કેવી રીતે સફળ થાય છે, જેને ફિલ્મમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.

આમને માટે મહત્વપૂર્ણ છે 'જોધા અકબર'

P.R
ઋત્વિક રોશન : મોટાભાગની ફિલ્મોમાં સુપરહીરોની ભૂમિકા નિભાવનારા ઋત્વિક રોશનને હવે અકબરની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો તો ઘણા લોકોએ કહ્યુ કે અકબરના પાત્ર સાથે ન્યાય નહી કરી શકે. આ પાત્ર તેમની છબિથી વિપરીત છે. ઋત્વિકની સામે મોટો પડકાર છે અને ફિલ્મની સફળતા અને અસફળતા તેમના કેરિયરમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

P.R
આશુતોષ ગોવારીકર - આ ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકરને માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 'લગાન'માં સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલા આશુતોષને 'સ્વદેશ'માં મોટો ઝટકો વાગ્યો હતો. કહેવાય છે કે 'લગાન' ની સફળતા પાછળ આમિર ખાનનો પણ બહુ મોટો હાથ હતો. 'સ્વદેશ'ની અસફળતાએ આ વાતને ટેકો આપ્યો. આશુતોષ આ ભ્રમને 'જોધા અકબર'ની સફળતા દ્વારા તોડવાની ઈચ્છા રાખતા હશે.