મૈ ઓર મિસેજ ખન્ના

વેબ દુનિયા|

IFM
બેનર : ખાન પ્રોડકશંસ, યૂટીવી સ્પોટ બોય
નિર્માતા : રોની સ્ર્કૂવાલા, સોહેલ ખા
નિર્દેશક : પ્રેમ આર. સોની
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : ખાન, કરીના કપૂર, સોહેલ ખાન, વિશેષ કલાકાર-પ્રીતિ ઝિંટા.
'મેં ઔર મિસેસ ખન્ના'ની વાર્તા ત્રણ લોકો અને તેમનો જીંદગી પ્રત્યેનો તેમનો નજરિયોની આસપાસ ફરે છે. સમીર(સલમાન ખાન)ને એ નથી ગમતુ કે પત્ની ઘરની બહાર જઈને કામ કરે અને પૈસા કમાવે. તેનુ માનવુ છે કે આ કામ પુરૂષોનુ છે. સાથે સાથે તેનુ માનવુ એ પણ છે કે સારી જીંદગી માટે સફળતા અને પૈસો ખૂબ જરૂરી છે.

રૈના (કરીના કપૂર)એક અનાથાલાયમાં ઉછરેલી છોકરી છે. જે પ્રેમની શોધ તેને રહે છે, તે તેને સમીરમાં મળે છે. સમીર તેને ખૂબ પ્રેમ કરે છે અને બંને ખુશહાલ જીવન વીતાવી રહ્યા છે. રૈનાનુ માનવુ છે કે સારી જીંદગી માટે ધન નહી પરંતુ પ્રેમ, વફાદારી, પરસ્પર મદદ અને જવાબદારીની વધુ જરૂર હોય છે.
આકાશ (સોહેલ ખાન) ને દરેક આવતી-જતી છોકરી સાથે પ્રેમ થઈ જાય છે. તેનુ માનવુ છે કે મોજ-મસ્તીનુ બીજુ નામ સારી જીંદગી છે. રૈનાને મળીને આકાશની જીંદગી બદલાય જાય છે. પહેલીવાર તેને પ્રેમનો અહેસાસ થાય છે. પ્રેમનુ મહત્વ સમજાય છે. રૈનાને મેળવવા માટે એ કંઈ પણ કરવા તૈયાર છે.

ત્રણે પાત્રોની જીંદગીના અનોખા મોડ પર ઉભી છે, જ્યા તેમને જીંદગીના વિશે મહત્વનો નિર્ણય કરવાનો હોય છે. સમીરને બીજા શહેરમાં એક સારી ઓફર મળે છે. એ વિચારમાં ડૂબ્યો છે કે શુ એ આ જ શહેરમાં રહે જ્યા તેને નામ અને દામ મળ્યા છે કે પછી નવા શહેરમાં જઈને નવી શરૂઆત કરે જેથી વધુ સફળતા અને પૈસા કમાવી શકે.
IFM
રૈના વિચારમાં ડૂબી છે કે એ પોતાના પતિને પ્રાથમિકતા આપે જે એના પ્રેમ અને વિશ્વાસ છતાં તેને છોડી બીજા શહેરમાં જઈ રહ્યો છે કે પોતાના નવા મિત્ર આકાશને મહત્વ આપે, જેના પર તેને વિશ્વાસ છે.

આકાશને નિર્ણય કરવાનો છે કે વિવાહિત રૈના પ્રત્યે તેનુ આકર્ષણ પ્રેમ છે કે વાસના ? શુ પરણેલી સ્ત્રીને પ્રેમ કરવો યોગ્ય છે ? આ સાથે જ શરૂ થાય છે વૈચારિક અને માનસિક યુધ્ધ. કોણ શુ નિર્ણય કરશે એ જાણવા માટે જોવી પડશે ફિલ્મ 'મે ઔર મિસેજ ખન્ના'


આ પણ વાંચો :