વાદા રહા.. આઈ પ્રોમિસ

IFM
નલિની પણ તેનો સાથ છોડી દે છે. આ અકસ્માત ડ્યૂકને ચિડચિડો બનાવી દે છે અને એ કુંઠિત થઈ જાય છે. તેને એવુ લાગે છે કે આવી જીંદગી કરતા મરી જવુ સારુ. આશાવાદી ડ્યૂક નિરાશાવાદી થઈ જાય છે.

એક દિવસ રોશન (દ્વિજ યાદવ)નામનો કિશોર ડ્યૂકની જીંદગીમાં આવે છે. એ થોડો મસ્તીખોર છે પરંતુ ખૂબ જ વ્હાલો લાગે તેવો છે. આખી હોસ્પિટલમાં બધા તેને ચાહે છે. ડ્યૂક પહેલા તો તેનાથી ચિડાય છે, પછી તેનો મિત્ર બની જાય છે. રોશનની બહેનને કેંસર છે અને એ મોત સામે ઝઝૂમી રહી છે.

ડ્યૂકના રૂમની બારી પાસે બેસીને રોશન તેને બહારની દુનિયા વિશે બતાવે છે. તેનુ વર્ણન સાંભળી ડ્યૂકને ઘણી ખુશી મળે છે. રોશન એ લોકો વિશે બતાવે છે જે ઘણી મુશ્કેલીઓ હોવા છતા છેવટે વિજયી થયા છે અને જીંદગી પ્રત્યે આશાવાદી છે. આ લોકો વિશે સાંભળી ડ્યૂકમાં પણ આશાનો સંચાર થાય છે. એ રોશનની બહેનને બચાવવાનુ વિચારે છે અને પોતાનુ રિસર્ચ ફરીથી શરૂ કરે છે. રોશન તેનો ઉત્સાહ સતત વધારતો રહે છે.

ડ્યૂકના હાથ અને પગ ઠીક થવા માંડે છે. એક દિવસ ડોક્ટર્સની મદદથી તે ચાલવા પણ માંડે છે. ડ્યૂક તે બારીની બહાર જોવા માંગે છે, જયાંથી રોશને બહારની દુનિયાનું વર્ણન કર્યુ હતુ અને તેના જીવનમાં ફરીથી આશાનો સંચાર થયો. જેવો ડ્યૂક બારીનો પડદો હટાવે છે, તેને બહાર એક દીવાલ દેખાય છે.

IFM
ડ્યૂક જ્યારે આ વિશે પૂછે છે તો તેને જાણ થાય છે કે દિવાલ તો અહીં ત્રણ વર્ષથી છે રોશનની બહેન વિશે ડ્યૂક ડોક્ટર્સને પૂછે છે તો તેને જવાબ મળે છે કે તેની બહેન નહી પરંતુ રોશન પોતે જ કેંસરથી પીડીત છે.

વેબ દુનિયા|
બેનર : ઈરોજ એંટરટેનમેંટ, નેક્સટ જેન
નિર્માતા : સમીર કણિક, સુનીલ એ લુલ્લનિર્દેશક : સમીર કર્ણિકસંગીત : મોંટી શર્મા, તોશી સાબરી, શરીબ સાબરી, બબ્બૂ મન, ગૌરવ દાસ ગુપ્તા, રાહુલ શેઠ, સેંડી, સંજય ચૌધરી કલાકાર : બોબી દેઓલ, કંગના, દ્વિજ યાદવ, મોહનીશ બહેલ, શરત સક્સેના ડ્યૂક ચાવલા (બોબી દેઓલ) એક પ્રસિધ્ધ ડોક્ટર છે. એ કેંસર જેવી બીમારી પર રિસર્ચ કરી રહ્યો છે. તેનો સ્વભાવ હસમુખો હોવાને કારણે જૂનિયર ડોક્ટર્સ તેને ખૂબ પસંદ કરે છે. ઓપરેશન ગમે તેટલુ મુશ્કેલ હોય ડ્યૂક તેને સરળતાથી કરી નાખે છે. જ્યારે તેના મિત્રો તેને આ અંગે પૂછે છે તો એ જવાબ આપે છે કે આશા અને વિશ્વાસને કારણે એ મુશ્કેલ કામ પણ કરી નાખે છે. એ આશાવાદી હોવાના ફાયદા પોતાના મિત્રોને અવારનવાર ગણાવતો રહે છે. ડ્યૂકની જીંદગીમાં બધુ સારુ ચાલી રહ્યુ છે. નલિની(કંગના)ને એ ખૂબ જ પ્રેમ કરે છે. હાલ બંને પોતાના કેરિયર પર ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ભવિષ્યને લઈને તેમના કેટલાક સપના છે. અમેરિકી સંસ્થાનોએ કેંસર પર ડ્યૂકન રિસર્ચને માન્યતા આપી દીધી છે. અચાનક બધુ જ બદલાય જાય છે. એક દુર્ઘટના થાય છે, અને ડ્યૂકને લકવાની અસર થઈ જાય છે. ડ્યૂકની જીંદગી હોસ્પિટલના રૂમમાં સિમટાઈ જાય છે કારણકે એ હરી-ફરી શકતો નથી.
ડ્યૂકના જીવનનો અંધકાર દૂર કરી રોશન તેના જીવનમાં અજવાળું પાથરી દે છે. એ ઈચ્છે છે કે ડ્યૂક પોતાનુ રિસર્ચ પુરૂ કરે અને ઘણા રોશનને બચાવે. એ ડ્યૂકને તેનો આશાવાદી દ્રષ્ટિકોણ પાછો આપે છે જે જીવન માટે ખૂબ જ જરૂરી છે.


આ પણ વાંચો :