1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

1920 : રહસ્યમય ઘર

1920 રહસ્યમય ઘર
P.R
નિર્માતા : સુરેન્દ્ર શર્મા, ભાગવતી, ગબરાની, અમિતા વિષ્ણોઈ.
નિર્દેશક : વિક્રમ ભટ્ટ
ગીત : સમીર
સંગીત :અદનાન સામી
કલાકાર : રજનીશ દુગ્ગલ, અદા શર્મા, રાજ જુત્શી, વિપિન શર્મા, વલ્લભ વ્યાસ, આશીષ પ્રધાન.

વાત 1920ની છે. એક ખૂબ જ મોટુ ઘર છે,જેમાં કોઈ રહસ્ય છુપાયેલુ છે. આને શ્રાપિત ઘર પણ કહેવામાં આવે છે. છેલ્લા થોડાક વર્ષોમાં જેણે પણ આ ઘર ખરીદીને તોડવાનો નિર્ણય લીધો તેનુ રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ થઈ ગયુ. એવુ કહેવાય છે કે આ ઘરમાં કોઈ પણ નથી ટકી શકતુ.

અર્જુન(રજનીશ દુગ્ગલ) અને તેની પત્ની લીસા(અદા શર્મા) આ ઘરમાં રહેવા આવે છે. અર્જુન આ ઘરને તોડીને અહીં એક હોટલ બનાવવા માંગે છે. અચાનક અર્જુન અને લીસા સાથે વિચિત્ર ઘટનાઓ બનવા માંડે છે.

P.R
ઘટનાઓ એવી બને છે કે અર્જુન અને લીસા બંને એકબીજા પર શક કરવા માંડે છે. આ બાબતે લીસા એક પાદરી અને અર્જુન પોતાના ડોક્ટર પર ભરોસો કરે છે. બંનેમાંથી કોઈ પણ પતિ-પત્નીની સમસ્યાનો નિકાલ લાવી શકતુ નથી.

તે ઘર ચૂપચાપ બંનેને જોતુ રહે છે, જાણે કે તે જીવતું જાગતુ છે. અર્જુન લીસા વચ્ચે પ્રેમ હતો તેથી તેઓ આજ સુધી બચી રહ્યા છે, અને આ પ્રેમ જ બંનેને બચાવી શકે છે. શુ થાય છે બંનેની સાથે જાણવા જુઓ '1920'.

1. ફિલ્મ રબને બનાદી જોડીમાં શાહરૂખ જોવા મળશે મૂછ અને ચશ્મામાં

2. વધુ એક રહસ્યમય ઘરની વાર્તા લઈને આવી રહી છે ફિલ્મ - 1920