એસિડ ફેક્ટરી
IFM
નિર્માતા : સંજય ગુપ્તા
નિર્દેશક : સુપર્ણ વર્મા
સંગીત : શમીર ટંડન, માનસી સ્કોટ, ગૌરવ દાસગુપ્તા, બપ્પા લાહિરી, રંજીત બારોટ
કલાકાર : ફરદીન ખાન, દિયા મિર્જા, ઈરફાન ખાન, મનોજ વાજપેયી, ડિનો મોરિયા, આફતાબ શિવદાસાની, ડૈની.
નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તા એક્શન અને સ્ટાઈલિશ ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. તેમની નવી ફિલ્મ 'એસિડ ફેક્ટરી'નું જો કે તેમણે નિર્દેશન નથી કર્યુ, પરંતુ તેમની છાપ ફિલ્મ પર જોવા મળી રહી છે. આ ફિલ્મની વાર્તા સ્મરણશક્તિ પર આધારિત છે.
IFM
'એસિડ ફેક્ટરી' એ લોકોની વાર્તા છે, જેમની સ્મરણશક્તિ તેમની પાસેથી છિનવી લેવાઈ છે. તેમને એવુ લાગી રહ્યુ છે કે જાણે તેઓ લાંબી ઉંધ પછી જાગ્યા હોય. તેઓ પોતાની વાસ્તવિક્તાને શોધી રહ્યા છે, જે ફક્ત તેમના મગજની ઉપજ છે.