સોમવાર, 18 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

'પા'ની સ્ટોરી

નિર્માતા : સુનીલ મનચંદા, એબી કોર્પોરેશન
નિર્દેશક : આર. બાલકૃષ્ણન
ગીત : સ્વાનંદ કિરકિરે
સંગીત : ઈલ્યારાજા
કલાકાર : અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, પરેશ રાવલ
રિલીઝ ડેટ : 4 ડિસેમ્બર 2009

13 વર્ષીય ઓરો (અમિતાભ બચ્ચન) એક બુધ્ધિમાન બાળક છે, પરંતુ એ પ્રાગેરિયા નામની બીમારીથી પીડિત છે, જે લાખો વ્યક્તિઓમાંથી કોઈ એકને થાય છે. આ બીમારીન દર્દી પોતાની વય કરતા ઘણા મોટા દેખાય છે.

ઓરોનુ મગજ તો એક 13 વર્ષના બાળક જેવુ જ છે, પરંતુ બીમારીને કારણે આ એવુ લાગે છે જાણે તેની વય 65 વર્ષની હોય. ઓરો પોતાના પિતા અમોલ અત્રે (અભિષેક બચ્ચન) અને મમ્મી (વિદ્યા બાલન)ની સાથે રહે છે.

ઓરોની માં એક ડોક્ટર છે, જ્યારે કે તેના પિતા રાજનિતિજ્ઞ છે. અમોલ જવાન છે, શક્તિશાળી છે અને તેની પાસે નવા વિચારો છે. તેના કેટલાક ઉદ્દેશ્ય છે, જેના દ્વારા તે એ સાબિત કરવા માંગે છે કે રાજનીતિ ગંદો શબ્દ નથી.

'પા'માં પિતા-પુત્રના સંબંધને એક જુદા પ્રકારે બતાવવાની કોશિશ કરવામાં આવી છે.