બચના યે હસીનો...
|
નિર્દેશક : સિધ્ધાર્થ આનંદ
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : રણબીર કપૂર, બિપાશા, દીપિકા પાદુકોણ, મિનિષા લાંબા.
'બચના યે હસીનો' રણબીર કપૂરની સાથે યશરાજ ફિલ્મ્સ માટે પણ મહત્વની છે. 'સાઁવરિયા'ના ફ્લોપ ગયા છતાં રણબીર કપૂર ચર્ચામાં છે કારણકે તેઓ કપૂર પરિવારના સદસ્ય છે. નહી તો એવા ઘણા ચહેરાઓ મળી જશે જે પહેલી ફિલ્મના અસફળ થતા જ ગુમનામીના અંધારામાં ક્યાક ખોવાઈ જાય છે. યશરાજ ફિલ્મ્સે સતત અસફળતાઓ પહેલા કદાચ જ જોઈ હોય. આ સમય આ બેનર એક સફળ ફિલ્મ માટે તરસી રહ્યુ છે.
સિધ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'બચના યે હસીનો' એક લવ સ્ટોરી છે. રાજ (રણબીર કપૂર) સુંદર,સ્માર્ટ અને આકર્ષક છોકરો છે. છોકરીઓ તેના પ્રેમના મોહજાળમાં ખેંચાતી ચાલી આવે છે. છોકરીઓને તેમની મમ્મીઓ, મિત્રો, અને તેમના મગજ સતત સમજાવતા રહે છે કે રાજ તેમની માટે યોગ્ય છોકરો નથી, પરંતુ દિલ છે કે માનતુ નથી.
ફિલ્મમાં ત્રણ પ્રેમ કથા બતાવવામાં આવી છે. રાજ-માહી, રાજ-રાધિકા, રાજ-ગાયત્રી. આ ત્રણે છોકરીઓ રાજના જીવનમાં જુદા-જુદા સમયે આવી. તેમણે રાજને સ્વીટ અને સેક્સી તરીકે જીંદગી અને પ્રેમના વિશે થોડી ઘણી વાતો શીખવાડી.
પાત્ર પરિચય
રાજ (રણબીર કપૂર)
|
માહી (મિનિષા લાંબા)
|
રાધિકા (બિપાશા બાસુ)
|
ગાયત્રી (દીપિકા પાદુકોણ)
|