વર્લ્ડકપ 2011
IFM
નિર્દેશક : રવિ કપૂર
કલાકાર : રવિ કપૂર, મનીષા ચેટર્જી, જાકિર હુસૈન, સુરેશ ઓબેરોય, પ્રેમ ચોપડા, સ્મિતા જયકર, કાશ્મીરા શાહ
શુ ક્રિકેટ મેચોનુ ભવિષ્ય અંડરવર્લ્ડ નક્કી કરે છે ? શુ જેંટલમેનની આ ગેમ અપરાધની દુનિયાની જાળમાં ફસાય ગયુ છે ? પૈસાની લેવડ-દેવડ કેવી રીતે થાય છે ? ક્રિકેટ અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા આવા ઘણા પ્રશ્નોની ચોખવટ ફિલ્મ 'વર્લ્ડ કપ 2011' કરશે.
ફિલ્મની વાર્તા આ પ્રકારની છે. - કેટલાક વર્ષ પહેલા અંડરવર્લ્ડ પર પોલીસે પોતાનો શિકંજો કસ્યો અને અંડરવર્લ્ડના લોકો પૈસા કમાવવાનો બીજો રસ્તો શોધવા લાગ્યા. તેમનુ ધ્યાન ક્રિકેટ પર પડ્યુ.
IFM
હવે વર્લ્ડકપ 2011 શરૂ થવા જઈ રહી છે અને તેમા ભારતીય ટીમ પણ ભાગ લઈ રહી છે. 2011ના વિશ્વકપમાં રવિ અને તેના મિત્રોએ એકવાર ફરી ટીમને આ તક આપી.
ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. બુકી શોભને એકવાર ફરી રવિ સાથે મળીને મેચ ફિક્સ કરવાની કોશિશ કરી, પરંતુ રવિએ આ વખતે ના પાડી દીધી.
IFM