રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

અનામિકા:ન રહસ્ય કે ન રોમાંચ

IFM
નિર્માતા : ભંવરલાલ શર્મ
નિર્દેશક : અનંત મહાદેવન
સંગીતકાર ; અનુ મલિક
કલાકાર : ડીનો મોરીયા, મિનિષા લાંબા, કોઈના મિત્રા, ગુલશન ગ્રોવર.

ફિલ્મની વાર્તા કે પટકથાથી કરતાં વધુ પડતી ખેંચવામાં આવે તો તેનો પ્રભાવ ગુમાવી દે છે. આ વાત 'અનામિકા' ફિલ્મ માટે કહી શકાય છે.

નિર્દેશક અનંત મહાદેવને મધ્યાંતર સુધી પોતાનુ કામ સારુ કર્યુ છે, પણ ત્યારબાદ તેઓ ભટકી ગયા છે. તેઓ ફિલ્મના રહસ્યને દર્શકોથી છુપુ ન રાખી શક્યા અને દર્શકોને ફિલ્મની વચ્ચે જ ખબર પડી જાય છે કે હવે શુ થવાનુ છે. રહસ્યમય ફિલ્મોનો અંત ખૂબ જ મજબૂત હોવો જોઈએ, પણ 'અનામિકા'નો અંત ખૂબ જ નબળો છે.

જિયા(મિનિષા લાંબા)ની દોસ્તી વિક્રમ સિસોદિયા (ડીનો)સાથે થાય છે અને પ્રેમમાં બદલાય જાય છે. લગ્ન પહેલા વિક્રમ જિયાને બતાવે છે કે તેમનુ લગ્ન થઈ ચૂક્યુ છે અને તેમની પહેલી પત્ની અનામિકાનુ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થઈ ગયુ.

જિયા અને વિક્રમ રાજસ્થાનમાં આવેલ ગજનેરના મહેલમાં આવે છે જે વિક્રમનુ ઘર છે. આ વિશાળ મહેલની દેખરેખ વિક્રમની બાળપણની મિત્ર માલિની(કોઈના મિત્રા) કરે છે. મહેલમાં રહેનારી બધી વ્યક્તિઓ અનામિકાના વખાણ કરે છે અને જિય્હાની પણ તેની સાથે તુલના કરવામાં આવે છે.

આ દરમિયાન અનામિકાની લાશ મળે છે અને પોલીસ ઓફિસર (ગુલશન ગ્રોવર) આ કેસને ફરી ખોલે છે. બધી આંગળી વિક્રમ તરફ ઉઠે છે. શુ વિક્રમ અનામિકાનો હત્યારો છે ?

મધ્યાંતર સુધી તો વાર્તા રસપ્રદ લાગે છે. રાજસ્થાનની પુષ્ઠભૂમિ, મહેલ અને દરેક વસ્તુ અનામિકા સાથે જોડાયેલી, રહસ્ય વધુ ઘેરાંતુ જાય છે, પણ મધ્યાંતર પછી બધુ ગડબડ થઈ જાય છે.

અનુમલિકનુ સંગીત મધુર છે, પણ ગીતોની કોરિયોગ્રાફી ફિલ્મના મૂડના મુજબની નથી. આદેશ શ્રીવાસ્તવનુ બેકગ્રાઉંડ મ્યૂઝિક શાનદાર છે. ડીનો મારિયોએ પોતાનુ કામ ઠીક રીતે કામ કર્યુ છે. મિનિષા લાંબા ફિલ્મે ફિલ્મે વધુ સારી કલાકાર બનતી જાય છે. કોઈના મિત્રા અને ગુલશન ગ્રોવરનો અભિનય શ્રેષ્ઠ છે.

'અનામિકા'ની પટકથા ખૂબ જ નબળી છે અને ફિલ્મમાં મોટા સ્ટાર નથી, તે કારણે તે બોક્સ ઓફિસ પર આનુ પ્રદર્શન ઠંડુ રહેશે.