શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

બ્લેક એંડ વ્હાઈટ : થોડી બ્લેક, થોડી વ્હાઈટ

IFM
નિર્માતા-નિર્દેશક - સુભાષ ઘઈ
ગીત - ઈબ્રાહીમ અશ્ક
સંગીત - સુખવિન્દર સિંહ
કલાકાર - અનુરાગ સિન્હા, અનિલ કપૂર, શેફાલી છાયા, અદિતિ શર્મા, મિલિન્દ ગુણાજી, અરુણ વક્શી

કેટલાક વર્ષો પહેલા સફળતાના શિખર પર બેસેલા સુભાષ ઘઈએ કહ્યુ કે કલા ફિલ્મ બનાવવી સહેલી છે, હિટ ફિલ્મ બનાવવી ખૂબ મુશ્કેલ છે. એ જ સુભાષ ઘઈએ મસાલેદાર ફિલ્મોને છોડીને એક ગંભીર, કલાનુમા અને વાસ્તવિક જીવનના નજીક ફિલ્મ 'બ્લેક એંડ વ્હાઈટ' બનાવવાની કોશિશ કરી છે. આ ફિલ્મને બનાવ્યા પછી કદાચ તેમણે આ પણ સમજમાં આવી ગયુ હશે કે યથાથવાદી અને કલા ફિલ્મ બનાવવુ પણ સહેલુ કામ નથી.

'બ્લેક એંડ વ્હાઈટ' માં તેમણે એક આતંકવાદીની કશ્મકશનુ ચિત્રણ કર્યુ છે. આ એક માનવ બમ છે. કેટલાક દિવસ તે લોકોની વચ્ચે રહે છે અને તેનુ હૃદય પરિવર્તન થાય છે. આ વિષય પર 'દિલ સે', 'ધ ટેરિસ્ટ'. 'ધોખા' જેવી કેટલીક ફિલ્મો આવી ચુકી છે.

'નુમેર કાજી(અનુરાગ સિન્હા) એક આતંકવાદી છે અને દિલ્લીમાં 15 ઓગસ્ટના કાર્યક્રમમાં વિસ્ફોટ કરવાના ઈરાદે આવ્યો છે. તે એ કટ્ટરપંથી દલનો સભ્ય છે જેમણે બાળપણથે જ તેમના મગજમાં નફરતના બીજ વાવી દેવામાં આવ્યા હતા.

નુમૈર પોતાની જાતને ગુજરાતના તોફાનોનો શિકાર થયેલો બતાવે છે અને દિલ્લીની ચાઁદની ચોકમાં રહેનારા પ્રોફેસર રાજન માથુર (અનિલ કપૂર) અને તેની પત્ની રોમા માથુર(શેફાલી શાહ) નો વિશ્વાસ જીતીને તેમના ઘરે રહેવા લાગ્યો છે.

IFM
નુમૈરને 15 ઓગસ્ટના કાર્યક્રમમા પ્રવેશ કરવા માટે પાસ જોઈએ છે અને રોમા અને રાજન માથુર તેમની માટે પાસની વ્યવસ્થા કરે છે. નુમૈરની પાસે પંદર દિવસનો સમય હોય છે, જે તે ચાઁદની ચોકમાં રહેતા લોકોની વચ્ચે જ વિતાવે છે.

પોતાની વિચારધારાને સાચી સમજનારો નુમેર તેમની વચ્ચે રહીને અનુભવે છે કે ક્યાંક તે ખોટા રસ્તે તો નથી. આ કશ્મકશથી તે કેવી રીતે બહાર નીકળે છે, આ વાતને ફિલ્મના બાકીના ભાગમાં બતાવવામાં આવ્યુ છે.

ફિલ્મની વાર્તા તો સારી છે, પણ પટકથાને પોતાની સગવડ મુજબ લખવામાં આવી છે. પટકથા લેખક સચિન ભૌમિક, સુભાષ ઘઈ અને આકાશ ખુરાના ભ્રમમાં લાગ્યા.

તેઓ ફિલ્મને વાસ્તવિકતાની નજીક બતાવવા માંગતા હતા, પણ ફિલ્મને કોમર્શિયલ ટચ આપવાથી પણ ઉંચા ન આવ્યા. પરિણામે કેટલીય ઘટનાઓ ફિલ્મી લાગે છે અને ફિલ્મ એટલી પ્રભાવશાળી ન બની શકી.

નુમેરના પ્રોફેસર અને તેની પત્નીનો વિશ્વાસ જીતવાનું દ્રશ્ય એકદમ નકલી છે. નુમેરનુ હૃદય પરિવર્તનના પાછળ રોમાની હત્યાને બતાવવામાં આવી છે, પણ છતાં આ કારણ ઠોસ નથી લાગતુ. નુમેર અને શગુફ્તાનુ રોમાંટિક એંગલ ફિલ્મની ગતિમાં અવરોધ પહોંચાડવાનુ કામ કરે છે.

સુભાષ ઘઈના નિર્દેશનમાં પરિપક્વતા અને અનુભવ ઝલકે છે. પટકથામાં ભૂલો હોવા છતાં તેમણે દર્શકોને જકડી રાખ્યા છે અને ફિલ્મની ગતિને ધીમી ન થવા દીધી.

ઘઈએ પહેલા પણ બોલીવુડને નવા કલાકારો આપ્યા છે અને આ ફિલ્મ દ્વારા તેમણે અનુરાગ સિન્હા નામના નવા અભિનેતાને રજૂ કર્યો છે. અનુરાગ તો લગભગ આખી ફિલ્મમાં એક જેવી ભાવમુદ્રા રાખવાની હતી, જેમાં તેઓ સફળ થયા છે. તેમનો અવાજ પડછંદ છે અને આને કારણે તેમનુ પાત્ર વધુ નીખર્યુ છે.

અનિલ કપૂર કોઈપણ એંગલે પ્રોફેસર જેવા લાગતા નથી. તેમની પત્નીના રૂપમાં શેફાલી છાયા તેના પર ભારે પડી છે. અદિતી શર્મા માટે વધુ સ્કોપ નહોતો.

IFM
સુખવિન્દર સિંહ દ્વારા સંગીતબધ્ધ 'મેં ચલા' અને 'જોગી આયા' સાંભળવામાં સારુ લાગે છે. ઈબ્રાહીમ અશ્ક દ્વારા લખવામાં આવેલ ગીત અર્થપૂર્ણ છે. સુભાષ ઘઈએ પોતાની લીંકથી અલગ ફિલ્મ બનાવવાનો એક સાહસિક પ્રયત્ન કર્યો છે અને તેમની આ ફિલ્મ તેમની પાછલી ફિલ્મો 'કિસ્ના', 'યાદે' કરતાં સારી છે.