શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

મહત્વાકાંક્ષીઓની 'રેસ'

IFM
નિર્માતા-કુમાર એસ તૌરાની, રમેશ એસ. તૌરાની
નિર્દેશક - અબ્બાસ-મસ્તા
ગીતકાર - સમીર સંગીત - પ્રીતમ
કલાકાર - સૈફ અલી ખાન, બિપાશા બાસુ, કેટરીના કેફ, અક્ષય ખન્ના, સમીરા રેડ્ડી, અનિલ કપૂર

અબ્બાસ-મસ્તાનની નિર્દેશકના રૂપમાં એક છબિ બની ચૂકી છે. દર્શકો તેમની પાસે થ્રિલર ફિલ્મની આશા રાખે છે. તેમને આ ફિલ્મ 'રેસ'માં જોરદાર એક્શન છે. ચમચમાતી કારો અને ઉંચી બિલ્ડિંગ છે. ફેશનેબલ કપડાં છે. દરેક પાત્ર સ્ટાઈલિશ અને સ્માર્ટ છે. ઘોડાદોડ છે. પણ શુ એક થ્રિલર ફિલ્મ માટે આટલુ પૂરતુ છે ?

થ્રિલર ફિલ્મમાં સૌથી પહેલે જરૂર હોય છે જોરદાર વાર્તાની અને ટાઈટ પટકથાની. દર્શકને તેના દરેક સવાલનો જવાબ મળવો જોઈએ, પણ 'રેસ' અહીં થોડી નબળી પડે છે.

વાર્તા બે સાવકા ભાઈઓ રણવીર(સૈફ અલી ખાન)અને રાજીવ(અક્ષય ખન્ના)ની. રણવીર જ્યા પોતાનો વેપાર સાચવે છે ત્યાં બીજી બાજુ કામચોર અને શરાબી છે. દક્ષિણ આફ્રિકામાં આવેલ ડર્બનમાં આ બંનેનો ધોડાનો તબેલો છે.

સોનિયા (બિપાશ બાસુ) એક સુંદર મોડલ છે. રણવીર તેને ચાહવા માંડે છે. રણવીરને જ્યારે ખબર પડે છે કે રાજીવ પણ સોનિયાને પ્રેમ કરે છે અને તેને માટે એ દારૂ છોડવા પણ તૈયાર છે, તે સોનિયાનુ લગ્ન રાજીવ સથે કરાવી દે છે.
IFM

લગ્ન પછી પણ રાજીવ દારૂ પીવાનુ નથી છોડતો, જેને કારણે સોનિયા અને રણબીર ચિંતામાં રહે છે. અચાનક એક ખૂન થઈ જાય છે. જેની તપાસ રોબર્ટ ડી કોસ્ટા(અનિલ કપૂર) કરે છે. જેમ જેમ તેની તપાસ અગળ વધે છે તેમ તેમ ફિલ્મની નવી વાતો બહાર આવે છે આ જ ફિલ્મનુ સસ્પેંસ છે.

ફિલ્મ લાર્જર ધેન લાઈફ છે પણ આ નામની કાંઈક વિશેષ છૂટ લેવામાં આવી છે. જેને કારણે કેટલીક ઘટનાઓ હાસ્યાસ્પદ લગે છે. ફિલ્મની પટકથામં આમ તો ધણી ખામીઓ છે -અક્ષય ખન્ના અને કેટરીનાનુ લગ્નને માટે મેરિજ ક્રોર્ટમાં જવુ તે હાસ્યાસ્પદ લાગે છે.

સેફના વિરુધ્ધ સાજિશ કરવા જતા, અક્ષય,કૈટરીનાની સાથે ત્યાં જાય છે અને સેફ બનીને કેટરીના સાથે લગ્ન કરે છે. તેને એ ખબર હોવી જોઈએ કે તે જ્યારે તે સેફની હત્યા કરશે તો પોલીસ સૌથી પહેલા એ જ ઓફિસમાં આવશે અને પૂછતાછ કરશે. આટલુ મોટુ ષડયંત્ર રચનાર આટલી મોટી મૂર્ખતા કેવી રીતે કરી શકે છે.

ફિલ્મના ક્લાયમેક્સમા કાર રેસ બતાવવાવાને બહાને અક્ષય અને સેફની વચ્ચે જીવન અને મૃત્યુની રેસનુ દ્રશ્ય મુકવામાં આવ્યુ છે, પણ આ રેસના કોઈ નિયમ નથી. આ ક્યા અને કેવી રીતે પૂરી થશે તેના વિશે કશુ જ કહી શકાતુ નથી. બસ બંને કાર ચલાવવાનુ શરૂ કરી દે છે.

ફિલ્મનુ દરેક પાત્ર મહત્વાકાંક્ષી અને ગ્રે શેડ માટે બનેલા છે. સરળતાથી પૈસા કમાવવા માટે આંધળી દોડ દોડતા રહે છે.
બધા એકબીજાને ડબલ ક્રોસ કરે છે, જેને કારણે કોઈપણ પાત્ર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

શિરાજ અહેમદે પોતે લખેલી વાર્તા અને પટકથામાં દર્શકોને દરેક પંદર મિનિટે ચોકાવ્યા છે. તેઓ એ વાતમાં પણ સફળ રહ્યા કે દર્શકો આ વાતનો અંદાજ નહી લગાવી શકે કે ફિલ્મની આગલી ક્ષણે શુ થવાનુ છે,પણ વાર્તાને આગળ સારી રીતે સંભાળી ન શક્યા.

નિર્દેશક અબ્બાસ મસ્તાને ફિલ્મને સ્ટાઈલિશ બનાવી છે. દરેક વખતની જેમ આ વખતે પણ તેમણે પોતાન કલાકરોને શ્રેષ્ઠ રીતે પડદા પર રજૂ કર્યા છે, પણ તેમણે પટકથાની ઉણપો પ્રત્યે પણ થોડુ ધ્યાન આપવુ જોઈતુ હ્તુ.

સેફ અલીએ સારી રીતે પોતાનુ કામ કર્યુ છે. અક્ષય ખન્નાનુ પાત્ર ધણા રંગોથી ખરડાયેલુ છે અને તેમણે સાબિત કર્યુ છે કે તેઓ એક સારા અભિનેતા છે. અનિલ કપૂરનુ ચરિત્ર હાસ્યાસ્પદ છે. તેમના દ્વારા બોલાયેલા સંવાદો દ્વિઅર્થી છે. ત્રણે નાયિકાઓને ઓછા કપડામાં રજૂ કરી છે. બિપાશા અને કૈટરીના સુંદર લાગે છે અને તેમણે ફિલ્મનુ ગ્લેમર વધાર્યુ છે.
સમીરાનુ પાત્ર નિરર્થક છે.

IFM
ફિલ્મનુ તકનીકી પક્ષ ખૂબ જ મજબૂત છે. રાજીવ યાદવની સિનેમાટોગ્રાફે આંતરાષ્ટ્રીય સ્તરની છે. કાર રેસ દ્રશ્ય તેમણે શાનદાર રીતે બતાવ્યુ છે. સલીમ સુલેમાનનુ બેકગ્રાઉંડ સંગીત અને હુસૈના બર્ગાવાલાનુ સંપાદન શ્રેષ્ઠ છે.

પ્રીતમનુ સંગીત ફિલ્મનુ નામના મુજબ ઝડપી ગતિથી ભાગે છે. 'અલ્લાહ દુહાઈ હૈ', 'પહેલી નજર મે' અને 'ટચ મી' ગીતો આજના સમય મુજબના છે. આમનુ ફિલ્માંકન ભવ્ય રીતે કર્યુ છે.

બધુ મળીને 'રેસ' મનોરંજન તો કરે છે,પણ તે આશાઓ પર ખરી નથી ઉતરતી જેને લઈને દર્શકો સિનેમાહોલમાં જાય છે.