શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

'મિથ્યા'ની હકીકત

IFM
નિર્માતા : આદિત્ય ચૌધર
નિર્દેશક : રજત કપૂર
સંગીત : સાગર દેસાઈ.
કલાકાર : રણવીર શૌરી, નેહા ધૂપિયા, નસીરુદ્દીન શાહ, હર્ષ છાયા, સૌરભ શુક્લા, વિનય પાઠક, ઈરાવતી હર્ષ, બ્રિજેન્દ્ર કાલા.

રજત કપૂરની 'મિથ્યા' જોતા સમયે અમિતાભ અભિનીત 'ડોન' ની યાદ આવવી સ્વાભાવિક છે. કારણકે વાર્તાનો મુખ્ય આધાર તેને મળતો આવે છે. પણ ફિલ્મના મધ્ય બિંદૂથી લેખક રજત કપૂર અને સૌરભ શુક્લાએ વાર્તામાં જોરદાર વળાંક લાવ્યા છે અને અહીં જ 'મિથ્યા' 'ડોન' થી અલગ પડી જાય છે.

રજત કપૂરની પાસે આ વાર્તા લગભગ દસ વર્ષોથી તૈયાર હતી, પણ પહેલા આ ફિલ્મ પર કોઈ પૈસા લગાવવા તૈયાર નહોતુ. હવે ઓફબીટ સિનેમા અને ફોર્મૂલા ફિલ્મોથી અલગ બનનારી ફિલ્મો પણ પસંદ કરવામાં આવે છે, તેથી ;મિથ્યા' જેવી ફિલ્મો સામે આવવા માંડી છે.

ફિલ્મોમાં હીરો બનવા આવેલા રણવીર શૌરીને આ ખબર નથી હોતી કે તેનો ચહેરો જ તેનો દુશ્મન બની જશે. તેનો ચહેરો એક ગેંગસ્ટર જેવો જ દેખાય છે. જ્યારે આ વાતની ગંધ બીજા ગેંગના લોકોને આવે છે ત્યારે તેઓ આ વાતનો ફાયદો ઉઠાવવા માંગે છે.

IFM
તેઓ તે ગેંગસ્ટરની હત્યા કરીને તેની જગ્યાએ રણવીરને બેસાડી દે છે. એક દુર્ઘટના થાય છે જેમાં રણવીરની સ્મરણશક્તિ જતી રહે છે. આ વાત તેના ઘરના લોકો છાની રાખે છે. ડોનની પત્ની અને બાળકોને રણવીર પ્રેમ કરવા માંગે છે. તે મિથ્યાને જ હકીકત સમજવા માંડે છે.

જ્યારે બીજી ગેંગને રણવીરથી કોઈ ફાયદો નથી થતો ત્યારે તેઓ તેનુ રહસ્ય બધાની સામે લાવે છે. છેવટે જ્યારે રણવીરને ગોળી મારવામાં આવે છે. ત્યારે તેની સ્મરણશક્તિ પાછી આવે છે, પણ ત્યારસુધી ઘણુ મોડુ થઈ ગયુ હોય છે.

જ્યારે રણવીરની સ્મરણશક્તિ જતી રહે છે ત્યારે આગળ શુ થશે તેનો અંદાજો કાઢવો મુશ્કેલ થઈ જાય છે. આનાથી ફિલ્મમાં રસ પડે છે, પણ આ ભાતમાં ફિલ્મની ગતિ ખૂબ જ ધીમી થઈ જાય છે.

ફિલ્મની વાર્તા ચટપટી ફિલ્મ જેગી લાગે છે, પણ રજૂઆત થોડી જુદી જ છે. વાર્તા અને રજૂઆતનો શ્રેય નિર્દેશક રજત કપૂરને જાય છે. ફિલ્મ જોઈને અનુભવી શકાય છે કે આ નિર્દેશકનુ માધ્યમ છે અને બધાની તુલનામાં તે ફિલ્મ પર ભારે પડે છે.

તેમણે હાસ્ય અને રહસ્યનુ સમતુલન જાળવી રાખ્યુ છે. ક્યાંય પણ એવુ નથી લાગતુ કે હાસ્ય ઉત્પન્ન કરવા માટે કોઈ દ્રશ્યને જબરજસ્તી મુકી દીધુ છે. લખવામાં થોડીક નબળાઈ છે, જેને ચાલાકીપૂર્વક તેમણે છુપાવવાની કોશિશ કરી છે.

મતલબ રણવીરનુ ગેંગસ્ટર બનીને તેની ઘરે જવુ અને છતાં કોઈને જાણ ન થવી. તેની સ્મરણશક્તિ ગયાની વાત કોઈ બહારના વ્યક્તિને જાણ ન થવી. તેમણે હળવી રજૂઆતોથી આ કમીને પણ ઢાંકી દીધી છે.

અભિનયની વાત કરીએ તો બધા કલાકારોનુ કામ શ્રેષ્ઠ છે. રણવીર શૌરીએ પોતાના અભિનયની ક્ષમતા બતાવી છે. હાસ્ય, બીક, પ્રેમ જેવી દરેક ભાવનાને તેમણે ખૂબ જ સરસ રીતે પરદાં પર રજૂ કરી છે. નસીરુદ્દીન શાહ એક પરિપક્વ અભિનેતા છે.

નેહા ધૂપિયાએ બતાવી દીધુ છે કે જો સારા નિર્દેશક મળે તો એ અભિનય કરી શકે છે, જો કે તેને આ ફિલ્મમાં વધુ ચાંસ નથી મળ્યો. સૌરભ શુક્લા,વિનય પાઠક, હર્ષ છાયા, ઈરાવતી હર્ષ અને બ્રિજેન્દ્ર કાલાએ પોતાના અભિનયથી ફિલ્મનું સ્તર ઉપર લાવ્યા છે. મહેમૂદનુ કેમરાવર્ક ફિલ્મના મૂડને અનુરૂપ છે. બેકગ્રાઉંડ મ્યૂઝિક ઉલ્લેખનીય છે.

IFM
બધુ મળીને 'મિથ્યા' તે દર્શકો માટે છે, જે સામાન્ય ફિલ્મોથી જુદા જ પ્રકારની ફિલ્મ જોવા માંગે છે.

આ ફિલ્મ વિશે પાઠકો પણ પોતાની સમીક્ષા મોકલી શકો છો. સર્વશ્રેષ્ઠ સમીક્ષાને નામ સાથે વેબદુનિયા ગુજરાતી પર રજૂ કરવામાં આવશે. તમારી સમીક્ષા તમે [email protected] પર મેલ કરી શકો છો.