મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By

પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ

પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.  
 
માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે. 
નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 
 
પ્રથમ દિવસ:
પ્રથમ કે નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડની ‘પુત્રી' તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે.
માં દુર્ગા શ્રી શૈલપુત્રી - પ્રથમ નોરતામાં માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે. 
રંગ -   પીળા
ભોગ-    ઘી