Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે - navratri day 1 maa shailputri mantra, aarti and bhog | Webdunia Gujarati
શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (15:06 IST)

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

shailputri mata Navratri
shailputri mata Navratri
 
 
 
Shailputri mata- શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.

પ્રિય રંગ- નવરાત્રિના પ્રથમ દિવસને પ્રતિપદા કહેવામાં આવે છે. આ દિવસ માતા શૈલપુત્રીનો છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ રંગ પહેરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતાની કૃપા જળવાઈ રહે છે.

શૈલપુત્રી માતાની પૂજા કરવાની રીત
શૈલપુત્રી માતાની પૂજા કરતી વખતે સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને તેમનું ધ્યાન કરો અને પ્રાર્થના કરતી વખતે નીચે આપેલા મંત્રનો પાઠ કરો.
 
આ પછી  માતાને પંચામૃત સ્નાન કરાવો, પછી વિવિધ પ્રકારના ફૂલ, અક્ષત, કુમકુમ, સિંદૂર ચઢાવો. દેવીને સફેદ અને સુગંધિત ફૂલ ચઢાવો.
 
આ પછી માતાને પ્રસાદ ચઢાવો અને આચમન કરાવો. પ્રસાદ પછી સોપારી ચઢાવો અને પ્રદક્ષિણા કરો એટલે કે 3 વખત તમારી જગ્યાએ ઉભા રહીને  આસપાસ ફરવા. પ્રદક્ષિણા પછી ઘી અને કપૂર ભેળવીને માતાની આરતી કરો. આ બધા પછી, ક્ષમા માટે પ્રાર્થના કરો અને પ્રસાદ વહેંચો.

shailputri mantra
શૈલપુત્રી મંત્ર
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।

શૈલપુત્રી માતાના ભોગ Shailputri mata bhog
પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.   
નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 

Navratri day 1 shailputri mata bhog
shailputri mata bhog
શૈલપુત્રી માતાની આરતી 
શૈલપુત્રી માઁ બૈલ અસવાર।કરેં દેવતા જય જય કાર॥
શિવ-શંકર કી પ્રિય ભવાની।તેરી મહિમા કિસી ને ન જાની॥
 
પાર્વતી તૂ ઉમા કહલાવેં।જો તુઝે સુમિરે સો સુખ પાવેં॥
રિદ્ધિ સિદ્ધિ પરવાન કરેં તૂ।દયા કરેં ધનવાન કરેં તૂ॥
 
સોમવાર કો શિવ સંગ પ્યારી।આરતી જિસને તેરી ઉતારી॥
ઉસકી સગરી આસ પુજા દો।સગરે દુઃખ તકલીફ મિટા દો॥
 
ઘી કા સુન્દર દીપ જલા કે।ગોલા ગરી કા ભોગ લગા કે॥
શ્રદ્ધા ભાવ સે મન્ત્ર જપાયેં।પ્રેમ સહિત ફિર શીશ ઝુકાયેં॥
 
જય ગિરરાજ કિશોરી અમ્બે।શિવ મુખ ચન્દ્ર ચકોરી અમ્બે॥
મનોકામના પૂર્ણ કર દો।ચમન સદા સુખ સમ્પત્તિ ભર દો॥

Edited By- Monica Sahu