શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 22 મે 2015 (18:37 IST)

આવો જાણીએ શુ છે મોદીની ચુસ્તી-સ્ફુર્તિનું રહસ્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી વિદેશ યાત્રા કરી રહ્યા છે. જેને લઈને પીએમનો સ્ટાફ પણ ખૂબ મહેનત કરી રહ્યો છે. પ્રધાનમંત્રી વિશે તેમની દરેક એક્શન વિશે સ્ટાફ સંપૂર્ણ રીતે એલર્ટ રહે છે. પીમના વિદેશ પ્રવાસને સુઘડ બનાવવા સ્ટાફ દરેક કામ સુનિશ્ચિત રૂપે કરી રહ્યુ છે. આ આખા સર્કલમાં સૌથી મહત્વપુર્ણ સભ્ય બદ્રી મીણા છે જે પીએમ મોદી માટે રસોઈ તૈયાર કરે છે. 
 
જમવાની વાત કરીએ તો પીએમ મોદી ખૂબ જ સાધારણ ખોરાક ખાય છે. બદ્રી મીણા મોદી માટે લગભગ 13 વર્શથી જમવાનુ બનાવતા આવી રહ્યા છે જેનાથી તેઓ હવે તેમના ઘરનુ એક અભિન્ન અંગ બની ગયા છે. બદ્રી પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય સંબંધી દરેક કામ જાતે નક્કી કરે છે. જેવુ કે ચોક્કસ સમય પર પીએમ માટે જમવાનુ તૈયાર કરવુ... તેમની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને જમવાનુ બનાવવુ. અહી સુધી કે વિદેશમાં આવેલ પીએમના ગેસ્ટ માટે દાવત તૈયાર કરવે બધુ તેઓ જાતે જ નક્કી કરે છે. 
 
 
આવો જાણો પીએમ મોદીના ખાવાનો મેન્યુ - મોદીની એનર્જીનુ રહસ્ય 
 
 
મોદી અઠવાડિયામાં ત્રણ વાર ખિચડી ખાય છે. પણ તેઓ સામાન્ય રીતે મસાલાવગરની અને પારંપારિક ગુજરાતી કઢીના જ શોખીન છે. નાસ્તામાં તેઓ સામાન્ય રીતે સાઉથ ઈંડિયન ડીસ જેવા કે ઈડલી-ડોસા જ પસંદ કરે છે. મોદીના બિઓગ્રાફર્સમાંથી એક આદિત્ય વાસુનુ કહેવુ છે કે પીએમ ખૂબ જ કટ્ટર શાકાહારી છે. ભીંડી, કઢી, ખિચડી, ખાખરા અને ગુજરાતી કેરીનું અથાણાનાનો તેમના ખાવાના મેનુમાં સમાવેશ છે. તેમને કહ્યુ કે બદ્રી પીએમના ખાવાને લઈને રોજ ખૂબ જ જાગૃત રહે છે. 
 
રાજસ્થાનના રહેનારા 37 વર્ષીય બદ્રી મોદીની વિદેશ યાત્રા માટે જનારા સ્ટાફમાં એક મહત્વપુર્ણ સભ્ય છે. તેઓ ઈચ્છે છેકે પીએમ મોદી માટેનુ જમવાનુ એકદમ વ્યવસ્થિત હોય્. જેવી કે ગરમા-ગરમ, પૌષ્ટિક, મસાલાવગરનું અને સમય પર. આદિત્ય વાસુએ જણાવ્યુ કે બદ્રી અત્યારે પણ પીએમ મોદીની વિદેશ યાત્રા પર તેમની સાથે જ છે. તાજેતરમાં બદ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રીના વજન સાથે તેમની પીઠનો દુખાવો અને તેમના પગની સુજનને ધ્યાનમાં રાખે જેથી તેમને તેમા આરામ મળી શકે.