ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Updated : શુક્રવાર, 22 મે 2015 (18:36 IST)

વિશ્વમાં સૌથી વધારે પગાર મેળવનાર નેતાઓની યાદીમાં નરેન્‍દ્ર મોદી ૧૧માં નંબરે

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દુનિયાના સૌથી વધારે મેળવનાર નેતાઓની યાદીમાં વિશ્વમાં ૧૧માં ક્રમાંક પર છે. ચીનના પ્રમુખ શી ઝિનપિંગ પગાર મેળવી લેવાના મામલે મોદી કરતા પાછળ છે. અમેરિકી ન્‍યુઝ ચેનલ  દ્વારા જારી કરવામાં આવેલા એક અહેવાલમાં આ મુજબનો દાવો કરવામાં આવ્‍યો છે. અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે મોદીને ર્વાષિક ૧૯ લાખ રૂપિયાનો પગાર મળે છે. આરટીઆઇને આધાર બનાવીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર રહેલા ચીનના પ્રમુખ શી ઝિનપિંગને ૧૩ લાખ ૭૫ હજાર રૂપિયા ર્વાષિક મળે છે. અને આ બાબત પણ એ વખતની છે જ્‍યારે તેમના પગારમાં ૬૦ ટકાનો રેકોર્ડ વધારો કરવામાં આવ્‍યો છે. તેઓ દુનિયામાં ૧૨માં ક્રમાંક પર છે. વિશ્વમાં સૌથી વધારે પગાર લેનારમાં ધારણા પ્રમાણે જ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા છે. બરાક ઓબામાને અઢી કરોડ રૂપિયાથી વધારે ર્વાષિક પગાર મળે છે. ૩૦ લાખ અલગ રીતે મળે છે જે ટેક્‍સ ફ્રી ખર્ચમાં આવે છે. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાને ૧.૪ કરોડ રૂપિયા મળે છે જ્‍યારે રશિયન પ્રમુખ બ્‍લાદીમીર પુટિનને આશરે ૮૫ લાખ રૂપિયા મળે છે. બ્રાઝિલના પ્રમુખ ડિલ્‍મા રૂસેફને ૭૫ લાખ રૂપિયા ર્વાષિક મળે છે. પગારના મામલે મોદી વિશ્વમાં ૧૧માં ક્રમાંકે છે. તમામના પગારમા મામલે બરાક ઓબામા સૌથી આગળ છે. તેઓ તેમના હરિફો કરતા ખુબ આગળ છે. તમામ આંકડા માહિતી એકત્રિત કરવામાંઆવ્‍યા બાદ જારી કરવામાં આવ્‍યા છે. લોકસભાની ચૂંટણીમાં ઐતહાસિક બહુમતિ સાથે ભાજપે મે મહિનામાં જીત મેળવી હતી. ત્‍યારબાદ મોદી દેશના વડાપ્રધાન બન્‍યા હતા.તેમની દેશમાં લોકોમાં ભારે લોકપ્રિયતા પણ છે.