શનિવાર, 13 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By Author વિકાસ સિંહ|
Last Updated : ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (12:11 IST)

PM Narendra Modi Birthday:70 વર્ષના પ્રધાનમંત્રી મોદીના 7 મોટા નિર્ણયો જેણે બદલ્યો ઈતિહાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 70 વર્ષનાં થઈ ગયા છે. સ્વતંત્ર ભારતમાં જન્મેલા દેશના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 અને 2019 માં ભાજપને સંપૂર્ણ બહુમત સાથે સત્તા પર પહોંચવા સાથે જ  ઘણા એવા નિર્ણયો અને કાર્ય કર્યા  જેણે દેશની દિશા અને સ્થિતિ બદલવાની સાથે જ આઝાદ ભારતનો નવો ઈતિહાસ પણ લખ્યો છે. 
 
1. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020 ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કરીને દેશના ઇતિહાસમાં આ તારીખ સોનેરી અક્ષરોમાં નોંધાવી. દેશના સૌથી મોટો, સૌથી જૂનો અને સૌથી જટિલ એવો અયોધ્યા વિવાદનો નિર્ણય નરેંદ્ર મોદીજીના સત્તામાં રહેતા સુપ્રીમ કોર્ટ દ્વારા તેનો ઉકેલ લાવવો અને આ ઉપરાંત નરેન્દ્ર મોદીનુ પોતે અયોધ્યા જઈને ભવ્ય રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવુ કરોડો દેશવાસીઓ માટે એક સપનુ સાકાર થવા જેવુ હતુ. 
 
2. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને ખતમ કરી - વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીમાં સતત બીજી વખત વડા પ્રધાન બનનારા નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવીને પોતાનુ નામ ઈતિહાસમાં નોંધાવ્યુ છે.   દેશની આઝાદી પછી જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી ચાલી રહેલા વિશેષ કાયદાને મોદી સરકારે એક જ ઝટકામાં ખતમ કરી જમ્મુ કાશ્મીરમા નવો ઈતિહાસ લખ્યો છે.  મોદી સરકારે અનુચ્છેદ 370 ખતમ કરવા ઉપરાંત રાજ્યને બે ભાગમાં વહેંચીને લદ્દાખને નવુ કેંદ્રશાસિત પ્રદેશ બનાવીને ત્યાના લોકોની વર્ષો જૂની માંગ પુરી કરી દીધી છે. 
3. ત્રિપલ તલાથી આઝાદી - ત્રિપલ તલાકને ખતમ કરી પીએમ મોદીએ મુસ્લિમ મહિલાઓને સદીઓ જૂની કાળી પ્રથામાંથી મુક્તિ અપાવી દીધી. બીજી વાર સત્તામાં આવતઆ જ મોદી સરકારે સંસદના પોતાના પ્રથમ સત્રમાં આ કાયદાને પાસ કરાવીને મુસ્લિમ મહિલાઓને એક નવી આઝાદી આપી દીધી છે. સદીઓથી મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાકના ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર હતી. તેઓ હવે આત્મસન્માન સાથે પોતાનુ જીવન જીવી રહી છે. 
 
4. NRC અને નાગરિકતા સંશોધન કાયદો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે નાગરિકતા સંશોધન કાયદો બનાવીને લાખો લોકોની ભારતની નાગરિકતા મળવાનો  રસ્તો સાફ કર્યો છે. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના અલ્પસંખ્યકોને ભારતમાં નાગરિકતાનો અધિકાર મળી ગયો. 
 
5. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના સપનાને સાકાર કરવા અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે દેશમાં અનેક રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાવવામાં આવી છે. શિક્ષા ક્ષેત્રમાં જડમૂળથી ફેરફાર કરનારી રાષ્ટ્રીય શિક્ષા નીતિ એક નવુ સમૃદ્ધ, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરશે. 
 
6. બેંકોનુ મર્જર - પીએમ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના આર્થિક સુધારાઓમાં સૌથી મોટો નિર્ણય બેંકોના મર્જરનો છે. સરકારે દેશની 10 મોટી બેંકોનું  4 બેંકોમાં મર્જર કરી દીધુ. સરકારે આ નિર્ણય પછી હવે સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 રહી ગઈ છે. મોદી સરકારના આ નિર્ણયને બૈકિંગ સેક્ટરમાં નવા અને મોટા સુધાર રૂપમાં જોવામાં આવી રહ્યા છે. 
 
7. નવો કર કાયદો GST - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી NDA સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં દેશમા નવો કર કાયદો જીએસટી બનવો. જીએસટીને આઝાદી પછી દેશનો સૌથી મોટો ટેક્સ સુધાર માનવામાં આવ્યો. સંસદમાંથી જીએસટી બિલ પાસ થયા પછી દેશમાં એક સમાન ટેક્સ કાયદો લાગુ થઈ ગયો. 
 
70 વર્ષના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2014માં ચૂંટણી જીતીને પહેલીવાર સંસદ પહોચ્યા ત્યારે તેમણે લોકતંત્રના મંદિરને સાષ્ટાંગ વંદન કર્યા હતા ત્યારે કરોડો ભારતવાસીઓને તેમના પર અતૂટ વિશ્વાસ બન્યો હતો આ વર્ષે પોતાના 70માં જન્મદિવસ ઉજવવાના ઠીક પહેલા પીએમ મોદીએ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામલલાને ફરી સાષ્ટાંગ વંદન કરીને દેશવાસીઓના આ વિશ્વાસને કાયમ રાખ્યો છે.