મોદીના ચર્ચિત કોટની લિલામી શરૂ.. બોલી 1.21 કરોડ સુધી પહૉંચી
સુરત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરેલ તેમનુ નામ છાપેલ બહુચર્ચિત બંધ ગળાના સુટની બોલી લાગવી શરૂ થઈ ગઈ છે. આ સુટની બોલી 1 કરોડ 21 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ બોલી સુરતના રહેનારા રાજેશ જુનેજાએ લગાવી.
સૌ પહેલા આ સુટ માટે 11 લાખ રૂપિયાની બોલી લાગી. ત્યારબાદ સુરતના વ્યવસાયી રાજુ અગ્રવાલે 51 લાખ રૂપિયાની બોલી લગાવી. ત્યારબાદ સુરતના જ સુરેશ અગ્રવાલે બોલીની કિમંત લગભગ ડબલ કરતા એક કરોડ રોપિયા લગાવી દીધી. વિરેલ ચોકસીએ તેનાથી આગળ નીકળીને 1 કરોડ 11 લાખ રૂપિયાની બોલી લગાવી દીધી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરતમાં બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન પહેરેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની લાઈનિંગથી બનેલ સૂટની લિલામી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને અત્યાર સુધી દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી મળેલ ભેટોની નીલામી કરવામાં આવી રહી છે. આ લિલામી માટે સુરતમાં ત્રણ દિવસીય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યુ છે. બુધવારે શરૂ થઈ રહેલ આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીને મળેલ 455 ભેટની લીલામી માટે મુકવામાં આવ્યા છે.
આ લીલામીમાં મોદીના એ સૂટને પણ મુકવામાં આવશે જેને કારણે ખૂબ વિવાદ પણ ઉભો થયો હતો. મોદીના આ સુટની કિમંત લાખો રૂપિયામાં હતી અને આ સુટની ફેબ્રિક પર નરેન્દ્ર મોદીનુ નામ લખવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ ભેટની લિલામીથી મળનારી ધનરાશિને ગંગા સફાઈ અભિયાનમાં લગાવવામાં આવશે. પ્રધાનમંત્રીની સાથે સાથે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળેલ ભેટોને પણ લિલામી માટે મુકવામાં આવશે. આનંદીબેનના ભેટથી એકત્રિત થનારી ધનરાશિને કન્યાઓના હિત માટે ખર્ચ કરવામાં આવશે.