67 વર્ષના વધામણા, પીએમ મોદીના જન્મદિવસે 67નો આંકડો વિશ્વમાં ગૂજશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬૬વર્ષ પુરા કરીને શનિવારે ૬૭માં જન્મદિવસ યાદગાર બનાવવા માટે ગુજરાત બીજેપી એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૭ સપ્ટેમ્બર દાહોદ જિલ્લાના લીમખેડામાં વનબંધુ યોજના અંતર્ગત સિંચાઇ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મોદીને સ્પેશ્યલ ૬૭ કિલોનો મોતીચુરનો લાડવો બનાવી તેમને ગિફટ કરવામાં આવશે. વડા પ્રધાનના જન્મદિન નિમિત્તે દાહોદ જિલ્લામાં જુદા જુદા ૬૭ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજેપી સુત્રોએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ૬૭ કિલોનો મોતીચુરનો સ્પેશ્યલ લાડવો બનાવી તેમને ગિફટ કરવામાં આવશે. આ ઉપરાંત બ્લડ-ડોનેશન કેમ્પ, ચિત્ર-સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા, સુંદરકાંડના પાઠ થશે. દાહોદ જિલ્લા પંચાયતની તમામ પ૦ બેઠકો પર સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. લીમખેડામાં જયાં સમારંભ યોજવાનો છે ત્યાં સ્ટેજની સામે વડાપ્રધાનને બર્થ-ડે વિશે કરતું ૬૭ ફૂટ લાંબુ હોર્ડિંગ લગાવવામાં આવશે. આવું પહેલી વાર થશે કે વડાપ્રધાનના ૬૭માં જન્મદિને ૬૭ ફૂટ લાંબુ હોર્ડિંગ લગાવવામાં આવશે.