શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: બુધવાર, 26 નવેમ્બર 2014 (12:53 IST)

ત્યારે મોદીએ માંગ્યા હતા છુટાછેડા.. પણ નહોતા મળ્યા

નરેન્દ્ર મોદીએ 1987માં જશોદાબેનને છુટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો. પણ તે તૈયાર ન થયા. જશોદાબેનના ભાઈ અશોક મોદીએ પણ આ માહિતી અંગ્રેજી દૈનિક ટેલીગ્રાફ દ્વારા થયેલ વાતચીતમાં આપી. 
 
અશોક મોદીએ જણાવ્યુ કે 1987માં નરેન્દ્ર મોદીએ પોતાના મોટાભાઈ સોમાભાઈ મોદીની સાથે જશોદાબેનની મુલાકાત કરી. તેમણે પરસ્પર સહમતિ દ્વારા છુટાછેડા લેવાનો પ્રસ્તાવ જશોદાબેન સામે મુક્યો હતો. પણ તેમણે ના પાડી દીધી હતી. 
 
મોદી એ સમયે ભાજપાના નેતાના રૂપમાં ગુજરાતમાં પોતાની ઓળખ બનાવી ચુક્યા હતા. તેના બીજા જ વર્ષે તેમણે ગુજરાત ભાજપા એકમના સંગઠન સચિવ તરીકે નિમણૂંક કર્યા. ઉલ્લેખનીય છેકે  જશોદાબેનથી છુટા થયા પછી મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાય ગયા હતા. સંઘે 1995માં તેમને ભાજપામાં મોકલી દીધા.  
 
અશોક મોદીએ જણાવ્યુ કે જુદા થયા પછી પણ મોદીએ જ્યારે જશોદાબેન સામે છુટાછેડાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે તેમણે કહ્યુ હતુ કે તેઓ તેમને છુટાછેડા નથી આપી શકતી. જો મોદીની ઈચ્છા હોય તો તે છુટાછેડા લઈ લે.  જશોદબેને કહ્યુ હતુ કે તે પોતાના પતિ(મોદી)ની રાહ જોતી રહેશે.  
 
અશોકે જણાવ્યુકે તેમની બહેને ક્યારેય પણ મોદી માટે મુશ્કેલી ઉભી નથી કરી.  આજે પણ જો મોદી લેવા આવશે તો એ જશે. ઉલ્લેખનીય છે કે જશોદાબેન ગયા અઠવાડિયે એક ઈંટરવ્યુમાં કહ્યુ હતુ કે જો મોદી તેમને એકવાઅર બોલાવી લે તો તે દિલ્હી આવવા માટે તૈયાર છે. 
 
જો કે જશોદાબેનનુ આ નિવેદન આવ્યા પછી મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ કહ્યુ હતુ કે આ અશક્ય છે.  તેમણે કહ્યુ કે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ન તો તેઓ કે ન તો તેમની માતા ગાંધીનગર સ્થિત તેમના રહેઠાણ પર ગયા તો હવે દિલ્હી કેવી રીતે જઈ શકાય છે. 
 
જશોદાબેને સોમવારે સૂચનાના અધિકારના હેઠળ પ્રધાનમંત્રીની પત્નીના રૂપમાં પોતાના અધિકારોની માહિતી માંગી હતી. તેમણે મહેસાણા જીલ્લાના પોલીસ અધિક્ષકને અરજી આપી હતી અને પુછ્યુ હતુ કે પ્રધાનમંત્રીની પત્ની હોવાને નાતે તેમને શુ શુ સગવડો મળી શકે છે. 
 
તેમણે પોતાની સુરક્ષામાં લગાવેલ જવાનોના આદેશની કોપી માંગી હતી. તેમણે કહ્યુ હતુ કે ઈન્દિરા ગાંધીની હત્યા તેમના  જ સુરક્ષા ગાર્ડ્સે કરી દીધી.  મને કોણા આદેશથી સુરક્ષા ગાર્ડ્સ આપવામાં આવ્યા છે એ બતાવવામાં આવે. 
 
જ્યારે કે બીજી બાજુ કોંગ્રેસ નેતા શકીલ અહમદે મંગળવારે આ વાતની મજાક કરતા કહ્યુ કે પ્રધાનમંત્રીની પત્નીને પણ આરટીઆઈ કાયદાની જરૂર પડી. આ અમારે માટે સંતોષની વાત છે. આરટીઆઈનો કાયદો કોંગ્રેસ જ લાવ્યુ હતુ.