જગન્નાથજીની 140મી રથયાત્રામાં Amit shah એ કરી મંગળા આરતી

rathyatra
Last Modified રવિવાર, 25 જૂન 2017 (09:26 IST)
અહમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથની પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરી.

આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા સવારે 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ પરંપરાગત રીતે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં હાજર રહ્યાં હતાં. અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યા અને નંદ ઘેર આનંદ ભયો, બોલ મેરે ભૈયા..કૃષ્ણ કનૈયા, જય રણછોડ-માખણ ચોરના નંદઘોષ સાથે ગગન ગૂંજી ઉઠ્યું. હજારો ભક્તો જગન્નાથના દર્શનાર્થે ઉમટી પડ્યાં છે.

જેમા જગન્નાથજી ગોવાળિયા સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપ્યા. આ રથયાત્રામાં 19 હાથી 30 અખાડા અને 101 ટ્રકો જોડાશે.આ પણ વાંચો :