શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , બુધવાર, 11 જાન્યુઆરી 2017 (14:48 IST)

જનવેદના સંમેલન - રાહુલે મોદી પર સાધ્યુ નિશાન, કહ્યુ કોંગ્રેસ 2019માં લાવશે 'અચ્છે દિન'

કોંગ્રેસે બુધવારે દિલ્હીમાં જનવેદના રેલી કરી. તેમા રાહુલ ગાંધીએ કહ્યુ કે પહેલીવાર દુનિયામાં ભારતના પીએમની મજાક ઉડી છે.  આ ડિસીજન ફક્ત એક વ્યક્તિનુ છે. તે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી. તેમા મનમોહન સિંહ, રાહુલ ગાંધી જેવા અનેક નેતા નથી.  રાહુલ વેકેશન પરથી મંગળવારે જ દિલ્હીથી પરત ફર્યા છે. રાહુલના ભાષણની ખાસ વાતો... 
 
- યોગા કર્યો પણ પદ્માસન ન કરી શક્યા.  હુ દરેક વસ્તુ નોટિસ કરુ છુ. મને યોગ શિખવનારો કહે છે કે જે પદ્માસન નથી કરી શકતો 
 
તે યોગ નથી કરી શકતો. 
 - ડિમોનેટાઈજેશનનો કાન્સેપ્ટ આપનારાએ કહ્યુ કે મોદીજીએ નોટબંધી કરી જ નથી. 500/1000ના નોટ બંધ કરીને 2000ની નોટ ચલાવી દીધી. 
- અમારામાં અને આરએસએસ-બીજેપીમાં ફરક છે. આ છિપાય નથી શકતુ. જ્યારે ઝાડુ લાગી રહી હતી ત્યારે મોદી સહિત અનેક નેતા ખોટી રીતે ઝાડુ પકડી હતી. 
- પછી મેક ઈન ઈંડિયા, યોગ, સ્કિલ ઈંડિયા જેવી યોજનાઓ લાવ્યા અને છેવટે ડિમોનેટાઈજેશનની યોજના લાવ્યા. 
- અઢી વર્ષ પહેલા નરેન્દ્ર મોદીજી આવ્યા. ઝાડૂ લીધી અને સફાઈમાં લાગી ગયા પછી ભૂલી ગયા. 
- હુ દરેક રાજ્યના એ કોંગ્રેસ નેતાઓ અને વર્કર્સનુ નામ લઈ શકુ છુ જેમણે દેશને પોતાનુ લોહી પરસેવો આપ્યો. 
- આપણા દેશના લોકો લોહી અને આંસૂને જાણે છે જે આપણા નેતાઓને દેશને આપ્યો. 
- નોટબંધી પર આ પહેલીવાર છે કે દેશના કોઈ પ્રધાનમંત્રીની દુનિયાભરમાં મજાક ઉડી.