રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: પુણે. , શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (16:01 IST)

માતાએ ગણેશ ઉત્સવમાં સાડી પહેરવાની ના પાડી તો 13 વર્ષની બાળકીએ દુપટ્ટાથી લગાવી ફાંસી

ganpati
પુણેના એક પરિવાર પર ત્યારે દુ:ખોનો પહાડ તૂટી પડ્યો જ્યારે તેમણે પોતાની 13 વર્ષીય પુત્રી સુષ્મિતા પી. પ્રધાને ગુસ્સો બતાવ્યો અને સાડી પહેરીને ભગવાન ગણેશનુ સ્વાગત કરવા પર જોર આપ્યો. જો કે તેની માતાએ તેની ઈચ્છા પૂરી કરવાની ના પાડી દીધી. જ્યારબાદ ગુસ્સામાં બાળકીએ ખુદને બાથરૂમમાં બંધ કરી લીધી.  
 
બાથરૂમમાં દુપટ્ટાથી લટકી હતી બાળકી 
 
જ્યારે તે ખૂબ મોડે સુધી બહાર ન આવી તો બાળકીની મોટી બહેને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. તેણે બારીમાંથી અંદર જોયુ તો સુષ્મિતા બાથરૂમમાં દુપટ્ટા સાથે લટકેલી જોવા મળી. જ્યારબાદ તેમણે દરવાજો તોડી નાખ્યો. પ્રધાન પરિવાર એક સ્થાનીક હોસ્પિટલમાં લઈ ગયુ જ્યા તેને મૃત જાહેર કરવામાં આવી. ઘટનાથી આ શુભ દિવસે આખો મહોલ્લામાં શોક છવાય ગયો. 
 
7માં ધોરણની વિદ્યાર્થીની હતી સુષ્મિતા 
 
તપાસ અધિકારી એએસઆઈ આશીષ જાઘવે કહ્યુ કે દેહુ રોડ પોલીસ સ્ટેશને આકસ્મિક મોતની રિપોર્ટ નોંધી લીધી છે અને તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. સુષ્મિતાને તેના મિત્ર એક  જિંદાદિલ, મિલનસાર અને ખુશમિજાજ છોકરી બતાવતા હતા.  તે પુણેના દેહુ રોડ વિસ્તારમાં શ્રી શિવાજી વિદ્યાલયમાં 7મા ધોરણની વિદ્યાર્થીની હતી.