શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 2 ડિસેમ્બર 2020 (16:50 IST)

જયપુર અમદાવાદ સર્જાયો ક્યારેય જોયો ન હોય એવો અકસ્માત, ચાલુ બસમાં 100 ફૂટ લાંબી પાઇપ ઘૂસી

જયપુર અમદાવાદ નેશનલ હાઇવે નંબર 162 પર સાંડેરાવ નજીક બેદરકારીના લીધે એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. સાંડેરાવ કસ્બાથી 3 કિમી પહેલાં મંગળવારે સાંજે 4.30 વાગે ગેસપાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. કંપનીની ટીમ 100 ફૂટ લાંબી પાઇપને હાઇડ્રોલિક મશીન દ્વારા ખાડામાં ઉતારી રહી હતી, પરંતુ પાઇપમાં હવાના લીધે ફંગાળાઇને પસાર થઇ રહેલા ટ્રાવેલ બસમાં ઘૂસી ગઇ અને બસની આરપાર થઇ ગઇ. આ અકસ્માતમાં બસમાં બેસેલી એક મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું અને એક યુવકનું માથું ફાટી ગયું. આ ઉપરાંત 13 લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો. પોલીસને સૂચના મળતાં જ તે ઘટના સ્થળે પહોંચી ગઇ. લાશને બહાર કાઢવામાં આવી. ઇજાગ્રસ્તોને સાંડેરાવ હોસ્પિટલમાં લઇ જવાયા. બે કલાકની મહેનત બાદ પોલીસે હાઇવેને ફરીથી ચાલુ કરાવ્યો. 
 
કહેવામાં આવી રહ્યું છે કે ચાલુ બસમાં જેવી પાઇપ ઘૂસી અને મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું. મુસાફરોમાં હડકંપ મચી ગયો. આ દરમિયાના આખી બસ લોહીથી લથપથ થઇ હતી, જેને જોઇને લોકો ગભરાઇ ગયા અને કોઇપણ પ્રકારે બસમાંથી નિકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 
 
પોલીસે જણાવ્યું કે કામના સમયે રોડને વનવે કરવામાં આવ્યો ન હોવાથી અકસ્માત સર્જાયો છે. ચાર દિવસ પહેલાં પોલીસે આ કંપનીના જેસીબી અને ટ્રેક્ટરને હાઇવે પર ખોટી રીતે પાર્ક કરવાના કારણે જપ્ત કરી લીધું હતું. તેમછતાં કંપનીએ બેદકારી દાખવી રહી છે. 
 
આ અકસ્માત માટે ગેસપાઇપ લાઇનનું કામ કરી રહેલી કંપનીને જવાબદાર ગણવામાં આવી રહી છે. જોકે કંપનીના કર્મચારીઓ અને ઓફિસરોએ ચાલુ ટ્રાફીક વચ્ચે કામ ચાલુ કરી દીધું. આ દરમિયાન તેમણે કોઇ સાવધાની વર્તી નહી, જેના લીધે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કામ દરમિયાન ટ્રાફિક પોલીસે ડાયવર્જન ન આપ્યું અને ના તો કંપનીએ તેને લઇને કડકાઇ વર્તી. તો બીજી તરફ બસના ચાલક અને હાઇડ્રોલિક મશીનના ઓપરેટરે લાંબી પાઇપ પર ધ્યાન ન આપ્યું હોવાથી અકસ્માત સર્જાયો છે.

ફોટો સાભાર - સોશિયલ મીડિયા