1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમરોહ. , સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (10:51 IST)

2 ગોટાળેબાજ મળીને સારી સરકાર નથી આપી શકતી - અમિત શાહ

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમરોહમાં રેલીમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર નિશાના સાધ્યુ. તેમણે કહ્યુ કે અખિલેશ સરકારે પ્રદેશને હત્યા અને દુષ્કર્મના મામલે નંબર એક બનાવી દીધો છે. 
 
સપા સરકાર વિકાર નથી આપી શકતી અખિલેશ સમજી ચુક્યા છે કે તે હારી જશે તેથી કોંગ્રેસ સાથે સમજૂતી કરી છે.  બીજી બાજુ કોંગ્રેસે કેન્દ્રમાં 10 વર્ષ સુધી દેશમાં ગોટાળા જ ગોટાળા કર્યા છે. અખિલેશ સરકારમાં પણ ગોટૅઅળા થયા છે અને હવે 2 ગોટાળાબાજ  મળીને સારી સરકાર નથી આપી શકતી. તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં સારા દિવસો 11 માર્ચ પછી આવશે.  ઉત્તર પ્રદેશમાં ભાજપા જ સારી સરકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશની અંદર વિકાસની ખૂબ શક્યતા છે. જો પ્રદેશમાં ભાજપા સરકાર બને છે તો આપણે ઉત્તર પ્રદેશને દેશનો નંબર 1 રાજ્ય બનાવી દેશે.