1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 25 માર્ચ 2025 (10:37 IST)

24 વર્ષની દીકરીએ પિતાના ગુપ્તાંગ પર ચાકુ વડે હુમલો કર્યો, કારણ જાણીને ચોંકી જશો

crime scene
પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ જો આ સંબંધ કલંકિત થઈ જાય તો માનવતા પરનો વિશ્વાસ ઓછો થવા માંડે છે. મુંબઈ નિકટ આવેલા નાલાસોપારામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, એક પુત્રી, જે તેના પિતાના જાતીય શોષણથી પરેશાન હતી, તેણે તેના પિતા પર છરીથી હુમલો કર્યો.
 
શુ છે મામલો ? 
પિતા દ્વારા કરવામાં આવતા યૌન ઉત્પીડનથી કંટાળીને, દિકરીએ તેના સાવકા પિતા પર છરી વડે હુમલો કર્યો. છોકરીએ તેના પિતાના ગુપ્તાંગ પર પણ હુમલો કર્યો. પોલીસે છોકરીને કસ્ટડીમાં લીધી છે અને ઘાયલ 56 વર્ષીય સાવકા પિતાને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
 
પ્રાથમિક રૂપથી મળતી માહિતી અનુસાર, આ ઘટના મુંબઈને નિકટ આવેલા નાલાસોપારામાં બની હતી. અહીં, એક વર્ષથી તેના સાવકા પિતા દ્વારા સતત શારીરિક શોષણથી કંટાળીને, 24 વર્ષની પુત્રીએ તેના સાવકા પિતા પર છરી વડે હુમલો કર્યો. છોકરીએ તેના સાવકા પિતાના ગુપ્તાંગ પર પણ હુમલો કર્યો.
 
આ ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે સંતોષ ભવન વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ, આરોપી પુત્રી લોહીથી લથપથ છરી લઈને રસ્તા પર ઉભી હતી, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.
 
પોલીસે જણાવ્યું હતું કે યુવતીની માતાએ ફરીથી લગ્ન કર્યા હતા અને તેનો સાવકો પિતા છેલ્લા એક વર્ષથી યુવતી  નુ યૌન શોષણ કરી રહ્યો હતો. આ પછી, કંટાળીને, યુવતીએ આ પગલું ભર્યું. સોમવારે બપોરે, યુવતીએ તેના પિતાની આંખો પર પટ્ટી બાંધી અને તેમના પર છરીથી હુમલો કર્યો. આ હુમલા તેણે સાવકા પિતાના ગુપ્તાંગ પર પર કર્યો. પિતા બહાર દોડી ગયા યુવતીને તેનો પીછો કરીને તેના પર હુમલો કર્યો. 
 
હાલમાં યુવતી પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે જણાવ્યું કે યુવતીના નિવેદનના આધારે પિતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને યુવતી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.