શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 14 માર્ચ 2017 (09:45 IST)

બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટ

ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીથી સવારે 7.45 વાગ્યે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ડીસાના ભડથ ગામે 3થી 4 સેકન્ડની ધ્રુજારી અનુભવાઈ હતી. આફટર શોકથી ગભરાઈ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.  રાજ્યના ઉત્તર ભાગના બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે બપોરે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 10થી 12 સેકન્ડ સુધી અનુભવાયો હતો. ભૂકંપના આંચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 4.5ની નોંધાઈ હતી.સદ્દભાગ્યે ક્યાંયથી કોઈ પ્રકારના નુકસાનનો અહેવાલ નથી.
 
 ભૂકંપનું કેન્દ્રબિંદુ વાસદા ગામ નજીક ગુજરાત/રાજસ્થાન સરહદ નજીક હોવાનું માલૂમ પડ્યું હતું.મળતી વિગતો મુજબ ધરતીમાં ધ્રૂજારી લગભગ 10થી 12 સેકંડ સુધી ચાલી હતી અને લોકો ગભરાટના માર્યા એમના ઘરમાંથી બહાર દોડી ગયા હતા, એવું ગાંધીનગરસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રીસર્ચના એક અધિકારીએ જણાવ્યું હતું. 

બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 32 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. ડીસા, પાલનપુર, અમીરગઢ, ધાનેરામાં અનુભવાયા હતા. માઉન્ટ આબુમાં પણ આ આંચકા અનુભવાયા હતા. જોકે