ગુરુવાર, 3 એપ્રિલ 2025
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: સોમવાર, 31 માર્ચ 2025 (13:14 IST)

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

chotila parvat
chotila parvat


ચોટીલામાં ચામુંડા માતાજીનુ પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. 
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્થિત છે.

ચોટીલા કેટલા પગથિયા છે
ચામુંડાની સિંહ પર સવાર છે.  તેના એક હાથમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો છે. વડના વૃક્ષ પર માતા ચામુંડાનો વાસ માનવામાં આવે છે.

ચોટીલામાં માતાનાં દર્શન માટે 650 પગથિયાં ચડવા પડે છે ચોટીલા પર્વત 1,173 ફૂટની ઊંચાઈએ ચામુંડા માતા બિરાજમાન છે. છેક નીચેથી ઉપર સુધી 650 હજાર પગથિયા છે. 

માતાજીના મંદિરમાં  મોટી સંખ્યામાં લોકો આવે દર્શન કરવા આવે છે અને ભક્તોને માતાજીના હાજરાહુજુર હોવાના અનુભવ પણ થાય છે. ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે લોકો નવરાત્રીમાં ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. 

 રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત
 
ડુંગર પર આવે છે સિંહ
ચોટીલામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે પણ એક માન્યતા મુજબ સાંજની આરતી પછી અહીં રોકાવવાની મનાહી છે. સાંજની આરતી પછી પુજારી સહિત બધા લોકો ડુંગરથી નીચે આવી જાય છે. મૂર્તિ સિવાય એક પણ મનુષ્ય ત્યાં ફરકતો નથી. માત્ર નવરાત્રીમાં પુજારી સહિત પાંચ લોકોને રોકાવવાની ટ્રસ્ટે મંજૂરી આપી છે. 
 
એવી માન્યતા છે કે આજે પણ કાલભૈરવ માતાજીની ચોકીની રક્ષા કરે છે. સાથે આવુ પણ કહેવાય છે કે અહીં રાત્રે સિંહ આવે છે ડુંગર પર સિંહ ફરતો જોવા મળે છે.  

Edited By- Monica Sahu