ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 19 સપ્ટેમ્બર 2020 (15:57 IST)

દેશમાં કોરોનાના લીધે અત્યાર સુધી 393 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, જાણો ગુજરાતમાં શું છે સ્થિતિ

કોરોના વાયરસ દર્દીઓની સાથે-સાથે ડોક્ટરો માટે પણ જીવલેણ સાબિત થઇ રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અનુસાર કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 293 ડોક્ટરોના મોત થયા છે. સૌથી વધુ તમિલનાડુના 64 ડોક્ટરોના કોરોના સંક્રમણના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશના 43, કર્ણાટકના 42, ગુજરાતના 39, મહારાષ્ટ્રના 37, પશ્વિમ બંગાળના 29 અને ઉત્તર પ્રદેશન 23 ડોક્ટરો આ મહામારીનો શિકાર બન્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ એક ડઝનથી વધુ (13) ડોક્ટરો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.  
 
આ આંકડા ફક્ત તે ડોક્ટરોનો છે, જે ઇન્ડિયન મેડિકલ એસોશિએશન (આઇએમએ) રજિસ્ટર્ડ છે. જાણકારોના અનુસાર મોટી સંખ્યામાં એવા ડોક્ટરો પણ છે, જે આ સંસ્થા સાથે રજિસ્ટૅર્ડ થયા વિના પ્રેકટિસ કરે છે. તેમની મોતનો આંકડો નથી. રાજ્યસ્તરે પણ આ પ્રકારના રાખવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી ડોક્ટરોના મોતના આંકડાની નક્કર જાણકારી નથી. 
 
ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું હતુંક એ ડોક્ટરો દેશના બોર્ડરથી માંડીને દેશની અંદર સુધે દેશવાસીઓની સેવા કરે છે. પરંતુ તેમછતાં પણ કેન્દ્ર સરકાર એમ કહે છે કે તેમની પાસે ડોક્ટરોના મોતનો આંકડો નથી આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યુંક એ સરકારને દેશના તમામ સ્વાસ્થ્ય કર્મીઓના મોતની જાણકારી એકઠી કરીને તેમને સન્માન આપવાનો પ્રયત્ન કરવો જોઇએ, જેથી ડોક્ટરોને પણ લાગે કે દેશના લોકોની સેવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને એક ઓળખ આપવામાં આવી રહી છે. 
 
આ ડોક્ટરોના કારણે તેમના પરિવાર પણ સંક્રમિત થઇ રહ્યા છે અને અનેક જગ્યાએ તેમના મોતના પણ સમાચાર છે. પરંતુ પર્યાપ્ત સુવિધાઓના અભાવે તેમની પણ કોઇ જાણકારી રાખવામાં આવતી નથી. 
 
18 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી રાજ્યવાર ડોક્ટરોના મોતનો આંકડો
તમિલનાડુ-64, આંધ્રપ્રદેશ-43, કર્ણાટક- 42, ગુજરાત-39, મહારાષ્ટ્ર-37, પશ્વિમ બંગાળ-29, ઉત્તર પ્રદેશ-23, મધ્ય પ્રદેશ-14, દિલ્હી-13, અસમ-10, તેલંગાણા-10, ઓરિસ્સા-9, બિહાર-24, હરિયાણા-7, રાજસ્થાન-7, પંજાબ-5, ચંદીગઢ-3, છત્તીસગઢ-4, ઝારખંડ-4, હિમાચલ પ્રદેશ-2, પોડીંચેરી-2, જમ્મૂ કાશ્મીર-1, મેઘાલય-1