શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (16:40 IST)

આ પાંચ કારણોને લીધી પલાનીસામીનું નસીબ ચમક્યુ, આજે સાંજે બનશે તમિલનાડુના CM

તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ રાજકારણીય યુદ્ધ હવે અંત તરફ છે. રાજ્યપાલ વિદ્યાસાગર રાવે શશિકલાની પાર્ટીના પલાનીસામીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ સાંજે 4.30 વાગ્યા સુધી પદ અને ગોપનીયતાની શપથ લઈ શકે છે.  રાજ્યપાલે સદનમાં પલાનીસામીને પોતાનો બહુમત સાબિત કરવા માટે 15 દિવસની તક આપી છે. 
 
ઉલ્લેખનીય છે કે આવકથી વધુ સંપત્તિના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા શશિકલાને સજા સંભળાવ્યા પછી તેની પાર્ટીના પલાનીસામીને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.  પલાનીસામી બુધવારે રાત્રે આઠ વાગ્યાના નજીક અને ગુરૂવારે સવારે રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા. પલાનીસામીએ પોતાના સમર્થનમાં 124 ધારાસભ્યોની લિસ્ટ રાજ્યપાલને સોંપી હતી.  જ્યારપછી રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનુ આમંત્રણ આપ્યુ.  આ અવસર પર અમે તમને બતાવીએ છીએ પલાનીસામીની તાજપોશીના 5 મોટા કારણો... 
 
 
1. રાજ્યપાલનુ વલણ - પલાનીસામીની તાજપોશીમાં સૌથી મોટો પહેલુ રહ્યો રાજ્યપાલનુ વલણ. જે દિવસે શશીકલા સીએમ પદ છીનવાની તૈયારીમાં હતી રાજ્યપાલ વિચાર કરતા રહ્યા. આ કારણે રાજ્યપાલ પર એઆઈએડીએમકે અને સુબ્રમણ્યમ સ્વામીએ તમામ આરોપ પણ લગાવ્યા. પણ રાજ્યપાલનુ એ વલણ પલાનીસામીના માટે વરદાન સાબિત થયુ. રાજ્યપાલ જો એ સમયે શશિકલાના હકમાં પોતાનો નિર્ણય સંભળાવતા તો આજે તસ્વીર કંઈક અલગ હોત. 
 
2. શશિકલાની જેલ - રાજ્યપાલના વલણ પછી પલાનીસામીની તાજપોશીમાં બીજુ સૌથી મોટુ કારણ રહ્યુ આવકથી વધુ સંપત્તિ મામલામાં શશિકલાને થયેલ ચાર વર્ષની જેલ. શશિકલા હવે જેલમાંથી નીકળ્યા પછી પણ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતી નથી. આવામાં એઆઈએડીએમકેની સત્તા પલાનીસામીના હાથમાં આવી ગઈ. 
 
3. પલાનીસામીની વફાદારી - જ્યરે જયલલિતને હાર્ટ એટેક આવ્યો હતો અને તે હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે તેમના ઉત્તરાધિકારીઓના નામમાં ઈ. પાલાનીસામીનુ નામ પણ આવ્યુ હતુ. તે ખૂબ લાંબા સમયથી પાર્ટીનો ભાગ રહ્યા છે અને જયલલિતાના વિશ્વાસપાત્ર લોકોમાંથી એક હતા. પલાનીસામીને તેમની આ જ વફાદારીની ભેટ હવે સીએમની ખુરશીના રૂપમાં મળી રહી છે. 
 
4. પનીરસેલ્વમની બગાવત - શશિકલાના કહેવા પર પનીરસેલ્વમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ પણ પછી તેમણે બગાવતી વ્યવ્હાર કર્યો. શશિકલાએ તેમના પર ડીએમકે સાથે મળીને રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો. જો પનીરસેલ્વમ બગાવત ન કરતા અને શશિકલાને સત્તા આપી દેત તો સુપ્રીમકોર્ટના નિર્ણય પછી આ શક્યતાથી ઈંકાર નથી કરી શકાતો કે રાજ્યની સત્તા એકવાર ફરી તેમના હાથમાં આવતી પણ તેમના બગાવતી વ્યવ્હારે પલાનીસામીના રૂપમાં તમિલનાડુને નવો મુખ્યમંત્રી આપી દીધો. 
 
5. લો પ્રોફાઈલ નેતા - પલાનીસામી છેલ્લા ઘણા સમયથી એઆઈએડીએમકેમાં છે. ઈ. પાલાનીસામી સલેમ જીલ્લાના ઈડાપડી વિધાનસભાથી ધારાસભ્ય છે. ઈ. પલનીસામી ચાર વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ 1989, 1991, 2011 અને 2016માં ધારાસભ્ય પસંદ કરી ચુકાયા છે. આ ઉપરાંત પાલાનીસામી 1998થી 99 સુધી સાંસદ પણ રહી ચુક્યા છે.  પૂર્વમાં પાલાનીસામી તમિલનાડુ સીમેંટ કોર્પોરેશનના ચેયરમેન રહી ચુક્યા છે.  બીજી બાજુ તેઓ સલેમ ડેયરીના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે. 
 
તમામ પદો પર રહેવા ચહ્તા પલાનીસામીની છબિ લો પ્રોઈઈલ નેતાઓ જેવી જ રહી. રાજનીતિક સંકટના આ સમયમાં મોટાભાગે પાર્ટીના ટોચના નેતા પોતાના વફાદાર અને લો પ્રોફાઈલ (અપેક્ષા કરતા ઓછા મહત્વાકાંક્ષી) નેતાઓને મહત્વ આપે છે.  પલાનીસામી આ જ કારણ થી શશિકલાને સૌથી યોગ્ય લાગ્યા.