1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 મે 2022 (11:33 IST)

Karnataka Road Accident: ટેકઓવર દરમિયાન લૉરી સાથે અથડાઈ બસ, 7 લોકોના મોત 26 ઘાયલ

hubli accident
Karnataka Hubli Road Accident: કર્ણાટકના હુબલી શહેરના બહારી વિસ્તારમાં એક પેસેંજર બસ અને એક લોરીની ટક્કર (Bus Lorry Collision) માં 7 લોકોના મોત થઈ ગયા અને 26 ઘાયલ થઈ ગયા. પોલીસે ઘટનાની માહિતી આપી. 
 
ડ્રાઇવરોનું ઘટનાસ્થળે જ મોત
ઘાયલોને હુબલીની KIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ બંને વાહનોના ડ્રાઈવરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પેસેન્જર બસ કોલ્હાપુર(kolhapur)થી બેંગ્લોર(Bangalore) જઈ રહી હતી.
 
ટેકઓવર દરમિયાન થયો અકસ્માત
રાતના લગભગ 12:30 થી 1 વાગ્યાની વાત છે. જ્યારે બસ ધારવાડ(Dharwad) તરફ જઈ રહેલી એક લૉરી સાથે અથડાઈ ત્યારે બસ ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક(Overtake) કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
 
પોલીસે નોંધી FIR 
અકસ્માતની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ(Post Mortem)  માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ  ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે FIR નોંધી છે. વધુ તપાસ ચાલુ છે.