જમ્મુ-કાશ્મીરમાં 7 આતંકવાદીઓ ઠાર, સાંબા સેક્ટરમાં LOC પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (LOC) પર આતંકવાદીઓ દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન ગભરાટમાં ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરી રહ્યું છે.
ભારતીય સેના વળતો હુમલો કરવામાં વ્યસ્ત થઈ ગઈ, જેનો ફાયદો ઉઠાવીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સાંબા સરહદેથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સૈનિકોની સતર્કતાને કારણે તેમના આયોજનોને નિષ્ફળ બનાવવામાં આવ્યા. જૈશ-એ-મોહમ્મદના લગભગ 7 થી 12 આતંકવાદીઓ સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.