મોક્ષની ઈચ્છા ધરાવતા 70 વર્ષના વૃદ્ધએ કર્યા કપાસની લાકડી સાથે લગ્ન
મોક્ષની ઈચ્છામાં માણસ ઘણુ બધુ કરે છે. આવુ જ કંઈક યૂપીના કૌશાંબી નિવાસી દુર્ગા પ્રસાદે પણ કર્યુ. જીવનના 7 દસકા એકલા ગુજારનારા દુર્ગા પ્રસાદે મોક્ષની ચાહતમાં અનોખા લગ્ન કર્યા.
કૌશાંબીના મંઝનપુર ક્ષેત્રના બાકરગંજ ગામમાં રહેનાર 70 વર્ષના દુર્ગા પ્રસાદની પ્રતીકાત્મક લગ્ન આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય છે. તેમના અનોખા લગ્નમાં ગામના લોકોએ ખૂબ મોજ-મસ્તી કરી. ડીજેની ધુન પર જાનૈયાઓ અને બાળકો સાથે મહિલાઓ પણ નાચી.
દુર્ગા પ્રસાદનુ લગ્ન નહોતુ થયુ. ગામના લોકો હંમેશા તેમને આ વાત પર જોર આપતા હતા કે કુંવારા રહી જશો તો મર્યા પછી મોક્ષ નહી મળે. આ વાતથી તેઓ હંમેશા ચિંતામાં રહેતા હતા. ગામના જ શંકર સિંહે દુર્ગા પ્રસાદને વાતચીતમાં પ્રતીકાત્મક લગ્નની વાત કરી.
આ માટે કપાસની લાકડીને સાડીથી સજાવીને તેને નવવધુનુ સ્વરૂપ આપવામાં આવ્યુ. પછી હિન્દુ રીતિ રિવાજથી લગ્નવિધિ પૂરી કરવામાં આવી. આ અદ્દભૂત લગ્નને જોવા આસપાસના વિસ્તારોમાંથી લોકો એકત્ર થયા. દુર્ગા પ્રસાદે લાકડીથી બનેલ દુલ્હન સાથે સાત ફેરા પણ લીધા. એટલુ જ નહી આ પ્રસંગે ભોજનનો કાર્યક્રમ અને રાત્રે નાટકનો પોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.