1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (12:02 IST)

ત્રીજી લહેરમાં એક વધુ મુસીબત, દિલ્લીની હોસ્પિટલ્સના 800 ડોક્ટર કોવિડ પોઝિટિવ, જો આ જ રીતે ફેલાશે સંક્રમણ તો સારવાર મળવી પણ મુશ્કેલ થઈ જશે

સરકાર વેંટિલેટર, હોસ્પિટલ, ઓક્સીજન, બેડ, બિલ્ડિંગ બધુ જ પૈસા આપીને ખરીદી શકે છે, પણ ડોક્ટર્સ પૈસા આપીને એક ઝટકામાં નથી ખરીદી શકાતા. એક રેસિડેંટ ડોક્ટર તૈયાર થવામાં એક દસકાનો સમય લાગે છે. જે 700-800 ડોક્ટર પોઝીટિવ થયા છે. તેમને 7 દિવસનો જ ક્વોરાંટાઈન સમય આપ્યો છે. ત્યારબાદ કોઈ ટેસ્ટ વગર ડ્યુટી જોઈન કરવાની સલાહ આપવામાં આવી  રહી છે. હેલ્થ કેયર સિસ્ટમ ત્યારે મજબૂત થશે જ્યારે ડોક્ટર પોતે સ્વસ્થ હશે. 
 
દિલ્લીના હોસ્પિટલમાં ડોક્ટરો વચ્ચે ઝડપથી કોવિડ સંક્રમણ ફેલાય રહ્યુ છે. દિલ્હીના મુખ્ય 5 હોસ્પિટલ્સના જ લગભગ 800થી  વધુ ડોક્ટર કોવિદ પોઝિટિવ થઈ ગયા છે. પોઝિટિવ ડોક્ટર્સના સંપર્કમાં આવેલા ડોક્ટર્સ અને પૈરામેડિકલ સ્ટાફ પણ આઈસોલેશનમાં છે. મોટી સંખ્યામાં પોઝિટિવ થઈ રહેલા હેલ્થ કેયર વર્કર્સને કારણે હેલ્થ સિસ્ટમ પર ખરાબ અસર થઈ છે. હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ, OPD અને બિનજરૂરી સર્જરીને રોકવામાં આવી છે.  
 
હોસ્પિટલ્સમાં સૌથી ખરાબ હાલત એમ્સ દિલ્હીની છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમ્સમાં કામ કરનારા લગભગ 350 રેસિડેંટ ડોક્ટર કોવિડ પોઝિટ્વિ થઈ ગયા છે. આ સંખ્યા ફક્ત કોવિડ પોઝિટિવ રેસિડેંટ ડોક્ટરની જ છે. જો ફેકલ્ટી, પેરામેડિકલ સ્ટાફને જોડી લેવામાં આવે તો આ આંકડો ખૂબ મોટો થઈ જશે. 
 
ડોક્ટર જણાવે છે કે આટલી મોટી સંખ્યામાં હોસ્પિટલ અને પેરામેડિકલ સ્ટાફનુ કોવિડ સંક્રમિત થવાની અસર એ છે કે દિલ્હી એમ્સમાં આઉટ પેશેંટ સર્વિસેઝ, રૂટીન એડમિશન અને સર્જરીને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં જ એમ્સ દિલ્હીના લગભગ 150 રેસિડેંટ ડોક્ટર પોઝિટીવ જોવા મળ્યા છે. 
 
આ જ હાલત દિલ્હીના બીજા મોટા હોસ્પિટલોની પણ છે. સફદર જંગ હોસ્પિટલના સૂત્રોએ પણ બતાવ્યુ છે કે લગભગ 80- 100 ડોક્ટર પોઝિટિવ છે. રામમનોહર લોહિયા હોસ્પિટલના પણ 100થી  વધુ ડોક્ટર કોવિડ પોઝિટિવ છે. બીજી બાજુ લોક નાયક હોસ્પિટલના 50-70 અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના 150 રેજિડેંટ ડોક્ટર કોવિડ પોઝિટિવ છે.