શુક્રવાર, 5 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2023 (11:23 IST)

મરાઠા અનામતના સમર્થનમાં એક દિવસમાં 9 સુસાઈડ, 13 દિવસમાં 25 લોકોએ આપ્યો જીવ, મુંબઈમાં મંત્રીના કાફલાની ગાડીઓમાં તોડફોડ

maratha anamat
maratha anamat
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને મંગળવારે એક મહિલા સહિત 9 વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી. 19 થી 31 ઓક્ટોબર સુધી એટલે કે 13 દિવસમાં અત્યાર સુધી 25 લોકો સુસાઈડ કરી ચુક્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયેલ આંદોલન 8 થી વધુ જીલ્લામાં હિંસક થઈ ગયુ છે. આ સંખ્યા 1990ના મંડળ આંદોલન દરમિયાન કરવામાં આવેલી આત્મહત્યાઓના આંકડા પછી સોથી વધુ છે. 
 
30 ઓક્ટોબરના રોજ બીડમાં થયેલી હિંસક ઘટનાઓ પછી હવે વિરોધની આગ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. કોલાબા વિસ્તારમાં બુધવારે સવારે ધારાસભ્યોના સરકારી રહેઠાણની સામે બે અજ્ઞાત લોકોએ મહારાષ્ટ્રના મેડિકલ એજુકેશન મિનિસ્ટર હસન મુશ્રિફના કાફલાની ગાડીમાં તોડફોડ કરી. 3 લોકોની ધરપકડ થઈ છે. 
 
મરાઠા અનામતની માંગને લઈને આ વર્ષે આંદોલન શરૂ કરનારા મનોજ જારાંગે પાટિલની ભૂખ હડતાલનો આજે 8મો દિવસ છે. જારાંગેએ ચેતાવણી આપતા કહ્યુ - મહારાષ્ટ્ર સરકાર 
 
મરાઠા અનામતની માંગને લઈને આ વર્ષે આંદોલન શરૂ કરનારા મનોજ જારાંગે પાટિલની ભૂખ હડતાલનો આજે 8 મો દિવસ છે. જારાંગેએ ચેતાવણી આપતા કહ્યુ - મહારાષ્ટ્ર સરકાર સ્પેશલ સેશન બોલાવીને અનામત પર નિર્ણય કરો. નહી તો આંદોલન દેશભરમાં થશે. તેમણે નિર્ણય ન કરતા જળ ત્યાગ કરવાની ચેતાવણી આપી છે. 

 
CM શિંદે આજે સર્વદળીય બેઠક કરશે, રાઉત બોલ્યા - અમને બોલાવ્યા જ નથી 
મંગળવારે જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં જસ્ટિસ સંદીપ શિંદે સમિતિની અંતરિમ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી. જો કે સરકારે ભૂખ હડતાલ પર બેસેલા મનોજ જારાંગે પાટિલની બધી મરાઠાઓને અનામત આપવાની માંગ રદ્દ કરી દીધી. 
 
CM આજે સર્વદળીય બેઠક કરવા જઈ રહ્યા છે. શિવસેના (ઉદ્દવ ગૂટ)ના નેતા સંજય રાઉતે કહ્યુ કે તેમની પાર્ટીને  આ બેઠકમાં બોલાવી નથી. તેમણે કહ્યુ કે અમારી પાસે 16 ધારાસભ્ય અને 6 સાંસદ છે. પણ અમને ન બોલાવીને એવી પાર્ટીઓને બોલાવવામાં આવી છે જેમની પાસે એકપણ ધારાસભ્ય નથી. જો કે ઉદ્દવ ગૂટમાંથી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવને બોલાવવામાં આવ્યા છે.  
 
શિંદેની શિવસેનામાંથી ધારાસભ્ય રમેશ બોરનારેએ રાજીનામુ આપી દીધુ છે. સરકારમા સામેલ ત્રણેય દળોના 10 ધારાસભ્યોએ વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવવાની માંગને લઈને આંદોલન પણ શરૂ કરી દીધુ છે.