રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:35 IST)

સ્કુટી ચાલક વૃધ્ધને દોઢ કિમી સુધી ઢસડી ગયો - Video

bengluru
બેંગલુરુમાં મંગળવારે બપોરે સ્કુટી સવાર એક યુવકે વડીલને પહેલા ટક્કર મારી અને પછી તેને એક કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો. તે વારે ઘડીએ વળીવળીને પાછળ જોઈ રહ્યો હતો કે વૃદ્ધ તેની સ્કુટી સાથે ઢસડાઈ રહ્યો છે પણ તે ત્યા રોકાયો નહી. જયારે લોકોએ ઘેર્યો ત્યારે યુવકે સ્કુટી રોકી. પોલીસે તેને અરેસ્ટ કરી લીધો છે અને પીડિત વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
ઘટના બેંગલુરુના મગદી રોડની છે. મુથપ્પા નામના વડીલ પોતાના બોલેરો કારથી ક્યા જઈ રહ્યા હતી. આ દરમિયાન સ્કુટી સવાલ સાહિલ નામના યુવકે પાછળથી ટક્કર મારી દીધી. આ દરમિયાન તે મોબાઈલ પર વાત પણ કરી રહ્યો હતો. વડીલ પોતાની ગાડીથી નીચે ઉતરીને આરોપી પાસે ગયા તેને જોઈને સાહિત્લ ભાગવા માંડ્યો તો વડીલે આરોપીની સ્કુટી પાછળથી પકડી લીધુ. આવુ કરવા છતા પણ સાહિલ રોકાયો નહી પણ તેણે લગભગ 1 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડીને લઈ ગયો. 

 
જ્યારે લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે હું ડરી ગયો
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે સાહિલ વૃદ્ધાને તેની સ્કૂટી વડે ખેંચી રહ્યો છે. વૃદ્ધ માણસ સ્કૂટીનું પાછળનું હેન્ડલ પકડે છે. વૃદ્ધાને બચાવવા ઘણા લોકો સ્કૂટીનો પીછો કરી રહ્યા છે. આટલું છતા આરોપીઓ અટક્યા ન હતા. જ્યારે લોકોની સંખ્યા વધવા લાગી તો આરોપીઓ ડરીને અટકી ગયા.