સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 12 નવેમ્બર 2023 (13:10 IST)

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી ગયો, 40 મજૂરો ફસાયા

uttarkashi tunnel accident
ઉત્તરાખંડના ઉત્તરકાશીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરકાશીના સિલ્ક્યારા-દાંડલગાંવ વચ્ચે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી ગયો છે. આ નિર્માણાધીન ટનલ સિલ્ક્યારાથી 150 મીટર આગળ તૂટી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભયાનક દુર્ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ટનલની અંદર ફસાયેલા હોવાના અહેવાલ છે

 
બચાવ કાર્ય શરૂ
ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ પડી જવાની આ દુર્ઘટના પર ઉત્તરાખંડના ડીજીપીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સુરંગની અંદર કામદારો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. કામદારોને બચાવવા માટે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.