બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 26 માર્ચ 2024 (11:16 IST)

CM કેજરીવાલની ધરપકડને કારણે AAP PMના નિવાસસ્થાને ઘેરાવશે,

AAP Protest: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવાના મુદ્દે AAP અને BJP બંને પક્ષો સામસામે છે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી છે.આપ સતત ED અને મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે AAP વડાપ્રધાનના આવાસનો ઘેરાવ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ વિરોધ પ્રદર્શનમાં દિલ્હી સરકારનો કોઈ મંત્રી ભાગ લેશે નહીં. આ વિરોધમાં માત્ર દિલ્હી સંગઠનના કાર્યકરો અને નેતાઓ ભાગ લેશે. જો કે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીને વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી નથી.
 
કલમ 144 લાગુ
 
દિલ્હી પોલીસના અધિકારીએ કહ્યું, 'સુરક્ષાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, 'પીએમના આવાસની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઈને પણ પ્રદર્શન કરવા દેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે મંગળવારે કેજરીવાલની ધરપકડના વિરોધમાં વડાપ્રધાન આવાસનો ઘેરાવ કરવાની યોજના જાહેર કરી હતી. ગોપાલ રાયે એમ પણ કહ્યું હતું કે દેશવ્યાપી સ્તરે મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

Edited By-Monica sahu