શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દિલ્હી. , સોમવાર, 8 મે 2017 (10:30 IST)

ભ્રષ્ટાચારમાં ફંસાયેલા કેજરીવાલ. LGના આદેશ પર ACB કરશે તપાસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવનારા પૂર્વ મંત્રી કપિલ મિશ્રા આજે એસીબી (Anti Corruption Bureau)ના ઓફિસ જશે. કપિલ મિશ્રા ટેંકર કૌભાંડમાં કેજરીવાલના નિકટના લોકોની ફરિયાદ કરશે.  આવતીકાલે કપિલ મિશ્રાએ સત્યેન્દ્ર જૈન પર હુમલો બોલતા કહ્યુ હતુ કે સત્યેન્દ્ર જૈનની પણ ટૂંક સમયમાં જ પાર્ટીમાંથી હકાલપટ્ટી થશે. કેજરીવાલ જૈનને જલ્દી હટાવશે.' 
 
કપિલ મિશ્રા મુજબ એ બે વ્યક્તિઓનુ નમ એસીબીને આપશે જેમમ્નો સંબંધ ટૈંકર સ્કૈમ સાથે છે. આ બે નામ આશીષ તલવાર અને વિભવ પટેલ છે. કપિલ મિશ્રાએ કહ્યુ છે કે સત્યની જીતની શરૂઆત થઈ ચુકી છે. આવતીકાલે સવારે 11 વાત્યે એંટી કરપ્શન બ્યૂરો ઑફિસ જઈશ. 
 
કપિલ મિશ્રાએ કેજરીવાલ પર લગાવ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ 
 
ગઈકાલે સવારે 11.30 વાગ્યે કપિલ મિશ્રા મીડિયા સામે આવ્યા અને અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો. કપિલ મિશ્રાએ કહ્યુ, "સત્યેન્દ્ર જૈન એ જમીન સૌદા માટે બે કરોડ રૂપિયા આપ્યા. મે મારી આંખોથી કેજરીવાલને પૈસા લેતા જોયા." 
 
કપિલ મિશ્રાએ કહ્યુ, "સત્યેન્દ્ર જૈનએ અરવિંદ કેજરીવાલના સગા સંબંધી માટે 50 કરોડની ડીલ કરાવી. મારી આંખોથી શુક્રવારે અરવિંદ કેજરીવાલને પૈસા લેતા જોઈને મારી માટે ચૂપ રહેવુ અશક્ય હતુ. મે આખી રાત સૂઈ શક્યો નહી."
 
કપિલ મિશ્રાએ કહ્યુ, "કેજરીવાલ જી બતાવે કે એ કોના રૂપિયા હતા. બતાવે કે એ રૂપિયા ક્યાથી આવ્યા. મારા બોલ્યા પછી મને હટાવાયો. હુ હટાવાયા પછી નથી બોલી રહ્યો.  હુ મારુ નિવેદન એલજી પાસે ઓન રેકોર્ડ આપીને આવ્યો છુ. સીબીઆઈને બધુ બતાવીશ." 
 
જો કે કપિલે આ આરોપ માટે કોઈ પુરાવા નથી આપ્યા. તેમણે કહ્યુ 'મે બધી માહિતી એલજી સાહેબને આપી દીધી છે. તેની તપાસ થવી જોઈએ. હુ મારી વાત કોઈપણ તપાસ એજંસી સામે બોલવા તૈયાર છુ." 
 
કપિલ મિશ્રાએ કહ્યુ, 'અમને વિશ્વાસ હતો કે એક માણસ અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે જો કોઈ ભ્રષ્ટાચાર નથી કરાવી શકતો નથી. પુત્રીના પદ આપવાનો કેસ અને મની લૉન્ડ્રિગનો કેસ જ્યારે કેજરીવાલની માહિતીમાં આવશે ત્યારે બધુ ઠીક કરી દેશે." 
 
હુ પાર્ટી છોડીને નહી જઉ - કપિલ  
 
કપિલ મિશ્રાએ કહ્યુ, "આ મરી પાર્ટી છે અમે પાર્ટી માટે દંડા ખાધા છે. ન તો હુ પાર્ટી છોડીને જઈશ કે ન તો મને કોઈ કાઢી શકે છે." તેમણે કહ્યુ, "હુ શીલા દીક્ષિત વિરુદ્ધ વાટર ટેંકર કૌભાંડની રિપોર્ટ તૈયાર કરી હતી. ત્યારબાદ શુ થયુ એ સૌએ જોયુ. એવુ નથી કે હુ મંત્રી પદ પરથી હટાવાયા પછી બોલી રહ્યો છુ. બોલ્યા પછી મને હટાવવામાં આવ્યો છે." 
 
કપિલ મિશ્રાએ કહ્યુ, "મારી આંખોથી કેશ લેવદડેવડ જોયા પછી મારી ચૂપ રહેવુ શક્ય નહોતુ. ભલે પદ અને પ્રાણ જતા રહે. નોકરી છોડીને પાર્ટીમાં આવ્યો હતો. આંદોલન વિરુદ્ધ હંમેશા સાથે ઉભો રહ્યો."