ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (12:07 IST)

Aditya L1 Launch: સૂર્ય પણ હવે દૂર નહી, ચંદ્રયાન ૩ પછી ISRO એ લોન્ચ કર્યો આદિત્ય એલ 1, જાણો સંપૂર્ણ ડીટેલ્સ

Aditya L1 Mission Live Updates : ચંદ્રયાન-3 ની સફળતાથી પ્રોત્સાહિત, ISRO હવે સૂર્ય મિશનમાં સફળતા હાંસલ કરવા માટે કમર કસી રહ્યું છે. ISRO એ સૂર્યના અભ્યાસ માટે આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું છે. આ મિશનમાં 7 પેલોડ છે, જેમાંથી 6 ભારતમાં બનેલા છે. આદિત્ય L1 લગભગ 1.5 મિલિયન કિલોમીટરની મુસાફરી કરશે. આ મિશન ભારત માટે ઐતિહાસિક છે કારણ કે તે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, આદિત્ય એલ1ને સૂર્યની ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં 128 દિવસ લાગશે. આ મિશનને ઈસરોના સૌથી ભરોસાપાત્ર PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી અમેરિકા સહિત ઘણા દેશોએ સૂર્યના અભ્યાસ માટે ઉપગ્રહો મોકલ્યા છે, પરંતુ ઈસરોના આદિત્ય એલ વન પોતાનામાં જ અનોખા છે.
 
- આદિત્ય એલ-1નું લોન્ચિંગ જોવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા હતા.
આદિત્ય એલ-1નું પ્રક્ષેપણ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા
 
- સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે આદિત્ય એલ-1 
બેંગલુરુ: ખગોળશાસ્ત્રી અને પ્રોફેસર આરસી કપૂરે આદિત્ય L1 લોન્ચ પર કહ્યું કે તે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આદિત્ય L1 સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. સામાન્ય રીતે આ અભ્યાસ પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન જ થઈ શકે છે.