શુક્રવાર, 8 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2024 (10:22 IST)

15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીનો કહેર... 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, IMD અપડેટ

સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. કેટલીક જગ્યાએ ઠંડીની અસર દેખાવા લાગી છે. જોકે, ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં પણ રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજ યથાવત છે. તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહે છે અને પ્રદૂષણનું સ્તર એટલુ વધી ગયું છે કે શ્વાસ રૂંધાવા જેવો છે. દિવાળી દરમિયાન હવાનું પ્રદૂષણ અને ધુમ્મસ પણ વધવાની ધારણા છે.
 
5 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં શુષ્ક હવામાન રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 5 નવેમ્બર સુધી દેશભરમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. જો કે દિવાળી બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

IMD અનુસાર, 15 નવેમ્બર પછી સમગ્ર દેશમાં ઠંડીની અસર શરૂ થશે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થશે અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડી વધશે. જો દિલ્હીમાં વરસાદ પડે તો વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળવાની આશા છે