Agnipath Scheme Protest Live Updates:બિહાર- UP થી દિલ્હી-NCR પહોંચી 'અગ્નિપથ'ની આગ, યમુના એક્સપ્રેસવે પર તોડફોડ અને આગચંપી, ગુરૂગ્રામમાં ધારા 144  
                                       
                  
				  				  
				   
                  				  કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજના (Agnipath Scheme) વિરુદ્ધ ત્રીજા દિવસે પણ બિહાર, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. પ્રદર્શનકારી અગ્નિપથ યોજનામાં બદલાવ કર્યા બાદ પણ ભરતીની જૂની પદ્ધતિને લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે.  આ માંગ સાથે યૂપી-બિહારમાં સવારથી જ યુવાઓ આજે ત્રીજા દિવસે પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. 
				  										
							
																							
									  
	 
	આંદોલનકારી યુવાનો બિહારના બક્સર, સમસ્તીપુર, સુપૌલ, લખીસરાય અને મુંગેર અને ઉત્તર પ્રદેશના બલિયા, બનારસ, ચંદૌલીમાં હંગામો મચાવી રહ્યા છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ ટ્રેનો સળગાવી છે તો ઘણી જગ્યાએ રેલ્વે સ્ટેશનોમાં તોડફોડ કરી છે. ઘણી જગ્યાએ આ લોકો રેલવે ટ્રેક પર બેસીને પ્રદર્શન કરી રહ્યા છે. બિહારના સમસ્તીપુરમાં બદમાશોએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લગાવી દીધી છે. લખીસરાયમાં પણ આગચંપીનાં સમાચાર છે.
				  
	 
	બીજી બાજુ  સંપર્ક એક્સપ્રેસમાં આગ લગાવવાના સમાચાર છે. ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. બદમાશોએ પહેલા ટ્રેનમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી અને પછી તેને આગ ચાંપી દીધી. ઉત્તર પ્રદેશના બલિયામાં પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે  કેન્દ્રએ ગુરુવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે 'અગ્નિપથ' સૈન્ય ભરતી યોજના માટે વય મર્યાદા 21 થી વધારીને 23 કરી. સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- ભારે હોબાળા વચ્ચે, કેન્દ્રીય મંત્રીઓએ PM મોદીને 'અગ્નિપથ' યોજનામાં ફેરફાર માટે 'Thank You' કહ્યું
				  																		
											
									  
	રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે કેન્દ્રએ ગુરુવારે 'અગ્નિપથ' સૈન્ય ભરતી યોજના માટે વય મર્યાદા 21 થી વધારીને 23 કરી. સરકારે એક રિલીઝમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
	
	
				  																	
									  \
				  																	
									  
	Protest Over Agnipath Scheme: મધેપુરા ભાજપ કાર્યાલયમાં તોડફોડ અને આગચંપી
	અગ્નિપથ યોજનાથી નારાજ યુવકોએ બિહારના મધેપુરા જિલ્લામાં બીજેપી કાર્યાલયમાં તોડફોડ અને આગ ચાંપી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રશાસનના લોકો મૂક પ્રેક્ષક બની રહ્યા હતા. 500 થી વધુ યુવાનોનું ટોળું અચાનક આવી પહોંચ્યું હતું અને ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હતો. જો કે ત્યાં પોલીસ પહેલેથી જ તૈનાત હતી, પરંતુ પોલીસ ભીડ સામે ટકી શકી ન હતી.
				  																	
									  
	 
	પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજ પર પ્રદર્શન
	પશ્ચિમ બંગાળના હાવડા બ્રિજ પર પણ અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શનો થયા છે. જો કે, ત્યાં પોલીસે તરત જ પ્રદર્શનકારીઓને પુલ પરથી હટાવીને રસ્તો સાફ કરાવ્યો હતો.
				  																	
									  
	
				  																	
									  
	 
				  																	
									  અગ્નિપથની આગ પશ્ચિમ બંગાળમાં 9 ટ્રેનો રદ્દ