મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈલાહાબાદ. , ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (15:13 IST)

ટ્રિપલ તલાક મુસ્લિમ સ્ત્રીઓ સાથે ક્રૂરતા : HC

ઈલાહાબાદ હાઈકોર્ટે ત્રણ તલાક ને સ્ત્રીઓ સાથે ક્રૂરતા કરાત આપતા આજે કહ્યુ કે કોઈપણ પર્સનલ લૉ બોર્ડ સંવિધાનથી ઉપર નથી. ત્રણ તલાક મુદ્દા પર હાઈકોર્ટમાં દાખલ બે અરજીઓ પર ન્યાયાધીશ સુનીત કુમારે આજે અહી નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યુ કે "ત્રણ તલાક અસંવૈધાનિક છે. આ મુસ્લિમ સ્ત્રીઓના અધિકારોનું હનન કરે છે." 
 
હાઈકોર્ટે કુરાનની એક આયતનો હવાલો આપતા કહ્યુ, કુરાનમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે સમજૂતીના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે છુટાછેડા આપી શકાય છે.  પણ ધર્મ ગુરૂઓએ આની ખોટી વ્યાખ્યા કરી છે. જે ખોટી છે. આ નિર્ણય વિરુદ્ધ નોંધવામાં આવેલ બંને અરજીઓ રદ્દ કરતા હાઈકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો. 
 
હાઈકોર્ટનો નિર્ણય શરિયત કાયદા વિરુદ્ધ 
 
બીજી બાજુ હાઈકોર્ટના આ નિર્ણય પર ઑલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય અને ઈસ્લામિક વિદ્વાન ખાલિદ રશીદ ફિરંગી મહલીએ આને શરિયત કાયદા વિરુદ્ધ બતાવ્યો. ખાલિદ રશીદે આ નિર્ણય પર ટિપ્પણી કરતા કહ્યુ, "ઈલાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી હરિયત વિરુદ્ધ છે. આપણા મુલ્કના સંવિધાને અમનેઅમારા પર્સનલ લૉ પર અમલ કરવાની સંપૂર્ણ આઝાદી આપી છે." 
 
કેન્દ્ર સરકારે પણ કર્યો હતો ત્રણ તલાકનો વિરોધ 
 
ત્રણ તલાક મુદ્દા પર કેન્દ્ર સરકાર પણ પોતાનો વિરોધ બતાવી ચુકી છે.  મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના જવાબ પછી સુપ્રીમ કોર્ટે આના પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. ગઈ 7 ઓક્ટોબરના રોજ કેન્દ્રએ સુપ્રીમ કોટમાં સોગંધનામુ દાખલ કરી કહ્યુ હતુ, 'ત્રણ તલાક, નિકાહ હલાલા અને એકથી વધુ લગ્ન જેવી પ્રથાઓ ઈસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.' આ પ્રથમ તક હતી જ્યારે કેન્દ્ર સરકારે ત્રણ તલાકનો વિરોધ કર્યો હતો. ત્રણ તલાકના વિરોધ પછી કેન્દ્ર સરકાર અને ઑલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વચ્ચે પણ તકરાર થઈ હતી.