ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હીઃ , ગુરુવાર, 2 માર્ચ 2023 (23:54 IST)

શું પંજાબમાં કઈક મોટું થવાનું છે ? અમિત શાહે મોકલી આપ્યા BSF અને CRPFના જવાન, જાણો શું છે મામલો

CRPF
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી બધું બરાબર નથી ચાલી રહ્યું. રાજ્યમાં ફરી એકવાર આતંકવાદનું માથું ઉંચકવાની દહેશત વર્તાઈ રહી છે. ખાલિસ્તાની વિચારસરણીનો અમૃતપાલ સિંહ લોકોને ભડકાવવા માટે ફરતો રહે છે. તેના કપડાં, ભાષણ અને અન્ય ગતિવિધિઓને કારણે લોકો તેને બીજા ભિંડરાવાલા કહીને બોલાવે છે. તે ખરેખર ભિંડરાનવાલા જેવી કોઈ હરકત ન કરી બેસે તે માટે સરકાર સતર્ક થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભગવંત માન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે દિલ્હીમાં મળ્યા હતા અને સરકારને મદદ માટે અપીલ કરી હતી. આ પછી કેન્દ્રએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ મોકલી છે.
 
અમૃતસરમાં યોજાશે 15 થી 17 માર્ચ દરમિયાન જી-20 સમિટના કાર્યક્રમો 
 
જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબના અમૃતસરમાં 15 થી 17 માર્ચ દરમિયાન યોજાનારી જી-20 સમિટના કાર્યક્રમો અને પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારની વિનંતી પર કેન્દ્ર સરકારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે.પંજાબમાં 50 ટુકડીઓ મોકલવામાં આવી રહી છે. આ સૈનિકો 6 માર્ચે પંજાબ પહોંચશે અને અમૃતસરમાં G-20 સમિટની ઘટનાઓ બાદ પરત ફરશે. મીડિયામાં મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારે 10 CRPF, 8 RPF, 12 BSF, 10 ITBP, અને 10 SSB પંજાબ મોકલ્યા છે.
 
ભગવંત માને કરી હતી અમિત શાહ સાથે મુલાકાત 
 
અગાઉ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ગુરુવારે અહીં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તેમની સાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓને ઉકેલવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને તેના વિશેષ એન્ટી રાઈટ યુનિટના લગભગ 1,900 જવાનોને સુરક્ષા મજબૂત કરવા માટે રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.