રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શુક્રવાર, 24 જૂન 2022 (14:05 IST)

Sonbhadra News: પોતાના લગ્નમાં વરરાજાએ કર્યુ હર્ષ ફાયરિંગ, ગોળી વાગવાથી આર્મી જવાનનુ મોત

સોનભદ્ર યૂપીના સોનભદ્રમાં મંગળવારે રાત્રે એક લગ્ન દરમિયાન થયેલા હર્ષ ફાયરિંગમાં ગોળી વાગવાથી સેનાના જવાનનુ મોત થઈ ગયુ. આ મામલામાં આરોપી વરરાજાની પોલીસે બુધવારે ધરપકડ કરી લીધી છે. પોલીસ મુજબ વરરાજા મનીષ મદ્ધેશિયાએ જ પિસ્ટલ દ્વારા હર્ષ ફાયરિંગ કર્યુ અને ગોળી વાગવાથી તેના મિત્રનુ મોત થઈ  ગયુ. બાબુલાલ યાદવ (38) આર્મી જવાન હતો. જે પિસ્ટલથી ગોળી વાગી એ બાબુલાલની જ હતી. 
 
શુ છે સમગ્ર મામલો 
 
આર્મી જવાન બાબુલાલ યાદવ મંગળવારે તેના મિત્રના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે રોબર્ટસગંજ કોતવાલી વિસ્તારના બ્રહ્મનગર સ્થિત ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન હર્ષ ફાયરિંગ દરમિયાન તેને ગોળી વાગી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તેને ઈજાગ્રસ્ત હાલતમાં લીધો અને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગોળી વાગવાથી લગ્નની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ. લગ્ન સમારોહ દરમિયાન ફાયરિંગમાં આર્મી જવાન બાબુલાલનું મોત થતાં પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. તે જ સમયે, આ ઘટના બાદ પરિવારની હાલત કફોડી છે. મૃતક બાબુલાલ સમગ્ર પરિવારનો આધાર હતો.