મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અયોધ્યા. , ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (15:24 IST)

અયોધ્યામાં બનનારા મસ્જિદ પર ઓવૈસીનુ ભડકાઉ નિવેદન - નમાજ કરવી હરામ

અયોધ્યામાં મસ્જિદ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.અસદુદ્દીન ઓવૈસી એ અયોધ્યામાં બનવા જઈ રહેલ મસ્જિદમાં નમાજ પઢવાને હરામ બતાવી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યાના વિવાદિત માળખાને લઈને રામ મંદિરની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. અદાલતના નિર્ણય મુજબ અયોધ્યાના ધનીપુર ગામમાં 5 એકર જમીનમાં મસ્જિદ બનાવવામાં આવી રહી છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'બાબરી મસ્જિદની જગ્યાએ 5 એકર જમીન લઈને મસ્જિદ બનાવવામાં આવી રહી છે.  મસ્જિદનું નામ મુજાહિદે-આઝાદી અહમદુલ્લાહ  રાખવા માંગો છો. ઓ જાલિમો ચુલ્લુભર પાણીમાં ડૂબી મરો. ઓવૈસીએ કહ્યું, 'મેં ઉલેમાઓને પૂછ્યું, મુફ્તીઓને અને જવાબદારોને પણ પુછ્યુ. બધાએ કહ્યું કે તે મસ્જિદમાં નમાઝ ન વાંચવાની વાત કરી. . હૈદરાબાદના સાંસદે કહ્યું, 'બાબરી મસ્જિદની શહાદત બાદ, જ્યા પાંચ એકરની જમીન લઈને મસ્જિદ બનાવવામાં આવી રહી છે ત્યાં નમાઝ કરવી હરામ છે. 
 
આટલું જ નહીં, અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું કે, 'બાબરી મસ્જિદના બદલામાં 5 એકર જમીનમાં જે મસ્જિદ બનાવવામાં આવી રહી છે તે વાસ્તવિકતામાં મસ્જિદ નથી, પરંતુ' મસ્જિદ-એ-જિરાર 'છે. આવી મસ્જિદમાં નમાઝ વાંચવી હરામ છે અને દાન આપવું પણ હરામ છે. જો કે અસદુદ્દીન ઓવૈસીના આ ભડકાઉ નિવેદન સામે મુસ્લિમ સંગઠનો અને ધાર્મિક નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. ઓવૈસીના નિવેદન સામે નારાજ થઈને મુસ્લિમ સંગઠનોએ તેમને હૈદરાબાદમાં જ રહેવાનુ કહ્યુ છે. સાથે જ વિવિધ ધાર્મિક ગુરુઓએ ઓવૈસી પર વાંધો ઉઠાવતા કહ્યું છે કે આ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા જેવું છે.
 
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી  મુસ્લિમ સમુદાયને અયોધ્યાના ધાણીપુરમાં મુસ્લિમ સમુદાયને મળેલી 5 એકર જમીન પર 26 જાન્યુઆરીએ નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા મસ્જિદ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવી હતી. અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ આ મસ્જિદનું નામ સ્વાતંત્ર્ય સેનાની મૌલવી અહમદુલ્લા શાહના નામ પર મુકવાની વાત થઈ રહી છે.  જો કે હજુ સઉધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી.  રામ જન્મભૂમિથી 25 કિલોમીટર દૂર રાષ્ટ્રીય રાજમાર્ગ-28 પર સોહાવલ તહસીલના ધન્નીપુર ગામમાં 5 એકર જમીન મસ્જિદ ઉપરાંત હોસ્પિટલ, કમ્યુનિટી કિચન, રિસર્ચ સેંટર બનાવાશે.